કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી

તારીખ ૨૧/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યની જાગૃતિ અને બહુભાષીયવાદને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને સમાજ માતૃભાષાનું મહત્વ સમજે એ ઉદ્દેશથી બાકરોલ પ્રાથમિક શાળામાં પુસ્તક વાંચન, બાળ વાર્તા, લોકગીત,સાંસ્કૃતિક વારસો, લેખકો, કવિઓ વિશે પ્રદર્શન તેમજ માતૃભાષા કવીઝ નું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું હોય તે ભાષા એટલે માતૃભાષા.”મારી ભાષા મારૂં ગૌરવ” જેવી માતૃભાષાનું મહત્વ સમજાવતી બાબતો વિશે શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષકો દ્વારા બાળ દેવોને માહિતગાર કરવામાં આવ્યા હતા.





