DAHODFATEPURAGUJARAT

તણાઈ ગયેલ ૪૪ વર્ષીય યુવાન ની લાસ નદી માંથી મળી

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

રાત્રી ના બાર વાગ્યાં સુધી પોલીસ અને બચાવ ટીમ દ્વારા તપાસ કરવા છતાં ન મળી આવી

ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામના ૪૪ વર્ષીય યુવાન સોમવાર સાંજના સાડા છ વાગ્યાના અરસામાં મોટર સાયકલ ઉપર ઘરેથી આસપુર દુકાને જવા નીકળ્યો હતો. તે દરમિયાન રૂપાખેડાથી આસપુર જતા માર્ગ ઉપર આવેલ નદીના પુલ ઉપરથી પસાર થતા હતો તે દરમિયાન મોટર સયકલ ખાડા મા ખાબકતા મોટર સયકલ નું બેલેન્સ ખોરવાતા મોટર સયકલ સ્લીપ મારી જતા યુવાન અને મોટર સયકલ બંને પાણી ના પ્રવાહ મા તણાઈ જવા પામ્યા હતા જયારે કે આજુબાજુ રહેલા લોકો એ યુવાન ને ઘસમસ્તા પ્રવાહ મા તણાતા જોઈ વહીવટી તંત્ર અને પોલીસ ને તાત્કાલિક જાણ કરી હતી જેને લઈને તાત્કાલિક ધોરણે પોલીસ અને વહીવટી તંત્ર તેમજ NDRF ની ટીમ દોડી આવી હતી અને રેસકયુ કરવા ની કામગીરી હાથ ધરવા મા આવી હતી. અને યુવાન ની શોધખોળ કરતા રાત્રી ના ૧૨ વાગ્યાં સુધી ટીમ શોધખોલ કરી રહી હતી પરંતુ કોઈ ભાળ મળી આવી ન હતી. પરંતુ આજે સવારે ના મૃતક ની લાશ પાણી મા તરતા જોવા મળી હતી જેને લઈને પોલીસ અને તંત્ર ને જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકા ના રૂપાખેડા ગામ ના રમણભાઈ સોમાભાઈ માલીવાડ ના ગઈ કાલે સાડા છ વાગ્યાં ના સમયગાળા મા ઘરે થી કરિયાણું ખરીદવા માટે દુકાને જવા નીકળ્યા હતા ત્યારે રૂપાખેડા અને આસપુર વચ્ચે આવેલ નદી મા ઘસમસ્તા પાણી ના પ્રવાહ માથી મોટર સયકલ લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન નદી ના પુલ પર ખાડા મા મોટર સયકલ ખબકતા મોટર સયકલ નું બેલન્સ ગુમાવતા મૃતક રમણભાઈ તેમના કબજા મા રહેલી મોટર સયકલ તેમજ રમણભાઈ બંને ઘસમસ્તા પાણી ના પ્રવાહ મા તણાઈ ગયા હતા જયારે કે મોટર સયકલ નદી ના પુલ પર જ ફસાઈ ગઈ હતી જયારે મૃતક રમણભાઈ ઘસમસ્તા પાણી ના પ્રવાહ મા તણાઈ ગયા હતા અને જેની જાણ આજુબાજુ મા રહેલા લોકોએ બચાવવાં ના પ્રયત્ન કર્યા હતા અને પોલીસ અને વહીવટી તંત્ર ને જાણ કરતા પોલીસ ની ટીમ અને રેસકયું ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવા મા આવી હતી અને રેસકયુ ટીમ અને પોલીસ દ્વારા રાત્રી ના ૧૨ વાગ્યાં સુધી મૃતક ની શોધખોળ કરી હતી પરંતુ આજુબાજુ ના વિસ્તાર મા મળી આવેલ ન હતા. જયારે બીજા દિવસે નદીમાં વહેલી સવાર ના લાસ ૧૦૦ મીટર ના અંતરે જોવા મળતા આજુબાજુ રહેલા લોકો એ પોલીસ અને વહીવટી તંત્ર ને જાણ કરતા પોલીસ અને રેસકયું ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાસ ને બહાર કાઢી પોલીસ કબ્જો લઈ પરિવારજનો ને જાણ કરતા પરિવાર મા શોક નું મોજું ફરી વાળ્યું હતું.
સુખસર પોલીસે કબ્જો મેળવી લાસ ને પી.એમ અર્થે રેફરલ હોસ્પિટલ સુખસર ખાતે ખાસેડવા ના આવ્યા હતા. અને પી.એમ બાદ મૃતક ના પરિવાર ને લાસ નો કબ્જો સોંપી આગળ ની તપાસ પોલિસ દ્વારા હાથ ધરવા મા આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!