JUNAGADHJUNAGADH RURAL

જૂનાગઢના શાપુર ખાતે ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

જૂનાગઢના શાપુર ખાતે ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ઘરેલુ હિંસા થી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૫૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમીનાર વંથલી તાલુકાના શાપુર ગામમાં પે.સેન્ટર શાળા ખાતે યોજાયો હતો.
આ માર્ગદર્શન સેમીનારમાં ઉપસ્થિત મહિલાઓને ઘરેલુ હિંસા એટલે શું, તેના પ્રકારો અને મહિલાઓ સાથે થતી હિંસાના કિસ્સામાં સરકારની વિવિધ સેવાઓ જેમકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન્સ સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર વગેરેનો લાભ કેવી રીતે મેળવી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની અન્ય યોજનાઓ કે જેવી કે વ્હાલી દિકરી યોજના ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના વગેરે વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બાળકો સાથે થતા જાતીય ગુનાઓ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાપુર ગામના ઉપસરપંચ, માધવીબેન સખી મંડળના બેંક સખી મધુબેન, ફિલ્ડ ઓફિસર પલ્લવીબેન પાઘડાર, મીરાબેન કરમુર,કૃપાબેન ખુંટ જિલ્લા બાળ સુરક્ષા એકમના એલસીપીઓ કિરણબેન રામાણી, સખીવન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અંકિતાબેન ભાખર, ૧૮૧ અભય મહિલા હેલ્પલાઇન ના કાઉન્સેલર પ્રિયંકાબેન, પોલીસ કોન્સ્ટેબલ ઉજાલાબેન તથા ગામની મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!