AHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

 ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા રાજીવ ભવન ખાતે યુથ કોંગ્રેસનો રાષ્ટ્રીય પ્રોગ્રામ ‘યંગ ઇન્ડિયા બોલ’ સિઝન-5 લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન યંગ ઈન્ડિયાના બોલ કાર્યક્રમનો વીડિયો અને પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ડૉ. પ્રવીણસિંહ વણોલ જણાવ્યું હતું કે,ભાજપે બેરોજગારી દૂર કરવા દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા દાયકામાં મોદી સરકાર 2014માં સત્તામાં આવી ત્યારથી, નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોમાંથી માત્ર 0.3%ને જ સરકારી નોકરી મળી છે. એટલે કે, દર 1,000 અરજદારોમાંથી માત્ર 3 લોકોને જ કાયમી સરકારી નોકરી મળી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, ‘2022માં રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં સ્વીકાર્યું હતું કે 2014થી સરકારને મળેલી 22 કરોડ અરજીઓમાંથી માત્ર 22,311 ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે મોદી સરકાર દર વર્ષે 2 કરોડ નોકરીઓનું સર્જન કરવાના પોતાના વચનને પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. 22 કરોડ અરજીઓની સંખ્યા દેશમાં રોજગારની નબળી સ્થિતિ દર્શાવે છે.
યંગ ઈન્ડિયાના બોલ કાર્યક્રમ વિશે બોલતા, યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રવીણસિંહ વણોલ કહ્યું કે, આ ભયાનક ઘટનાઓએ ભારતીય યુવા કોંગ્રેસને ભાજપ સરકાર સામેના સંઘર્ષમાં સામેલ કરવા માટે પ્રેરણા આપી છે. આ વિચાર હેઠળ ‘યંગ ઈન્ડિયા કે બોલ’ નામનો પ્રવક્તા શોધ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ‘યંગ ઈન્ડિયા કે બોલ’ ની સિઝન-5 મુખ્ય મુદ્દાઓ ડ્રગની સમસ્યા અને બેરોજગારીનો સમસ્યાનું નિરાકરણ લાવવા ભાજપ સરકારની સંપૂર્ણ નિષ્ફ્ળ ગઈ છે. આ કાર્યક્રમ ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અભિયાન ‘નૌકરી દો, નશા નહીં’ સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ્ય યુવાનો, વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, પાયાના કાર્યકરો અને રાજકીય ઉત્સાહીઓને તેમનો અવાજ ઉઠાવવા અને આ બેજવાબદાર અભિવ્યક્તિનો વિરોધ કરવા માટે એક મંચ પૂરો પાડવાનો છે. તમારા મંતવ્યો સરકારને જણાવો.’ તેમણે કહ્યું, ‘આ સ્પર્ધા માટેની અરજી પ્રક્રિયા 15 ડિસેમ્બર, 2024થી ‘With IYC એપ’ દ્વારા શરૂ થશે. રસ ધરાવતા સહભાગીઓએ આ બંને મુદ્દાઓ પર તેમના વિડિયો સબમિટ કરવાના રહેશે. આ કાર્યક્રમના સહભાગીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આમંત્રિત કરવામાં આવશે, અને તેમને ભારતીય યુવા કોંગ્રેસના રાજ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા બનવાની અનન્ય તક પૂરી પાડવામાં આવશે. તે જ સમયે, તેઓને સંબંધિત મુદ્દાઓ પર પક્ષના વિચારો વ્યક્ત કરવાની તક પણ મળશે, અંતમાં, તેમણે દેશના યુવાનોને અપીલ કરી કે, ‘ બધાને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લેવા આહવાન કરવામાં આવે છે. બેરોજગારી ઘટાડવામાં સરકાર અને તેમને ડ્રગની સમસ્યાને નિયંત્રિત કરવા માટે અસરકારક પગલાં લેવા દબાણ કરે છે. તમારો અવાજ ઉઠાવવાની અને પરિવર્તનનો ભાગ બનવાની આ એક સુવર્ણ તક છે.
‘યંગ ઈન્ડિયા કે બોલ’ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે, એ દેશભરના યુવાનો માટે તેમના વિચારો વ્યક્ત કરવા અને અમારી સાથે જોડાવા માટેનું પ્લેટફોર્મ છે. આ મંચમાં યુવાનો બેરોજગારી સામે પોતાના મંતવ્યો રજૂ કરશે. આજે દેશના યુવાનો પાસે રોજગાર નથી. સ્થિતિ એવી છે કે IIT-IIMના વિદ્યાર્થીઓને પણ રોજગાર નથી મળી રહ્યો. તેમણે એમ પણ કહ્યું કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. 55% વસ્તી યુવાનો છે, વિશ્વનો દરેક પાંચમો યુવા ભારતીય છે. ભારત ક્યારેય આટલું જુવાન નહોતું. આટલી યુવા વસ્તી, શિક્ષિત લોકો, પરંતુ વાસ્તવિકતા શું છે? એક કલાકમાં બે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. યુવાનોની આત્મહત્યાએ ખેડૂત આત્મહત્યાના દરને પણ વટાવી દીધો છે. તે કેટલું દુઃખદાયક છે કે આત્મહત્યાનો દર વસ્તી વૃદ્ધિ કરતાં આગળ નીકળી ગયો છે. એક ષડયંત્ર હેઠળ આ યુવાનોને નશામાં ધકેલવામાં આવી રહ્યા છે. યુવક હોશમાં હશે તો નોકરી માંગશે. તેથી તેને નશામાં ધકેલી દેવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે દેશના યુવાનોને અપીલ કરતા કહ્યું કે તેઓ પોતાનો જીવ ન ગુમાવે. તમે જે કરી શકો તે કરો, યુથ કોંગ્રેસ ખુલ્લા દિલે તમારા માટે પ્રતિબદ્ધ છે.
આ દરમિયાન યંગ ઈન્ડિયાના બોલ કાર્યક્રમનો વીડિયો અને પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી ઉપસ્થિત રહ્યાં.

Back to top button
error: Content is protected !!