AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં NMMS ની પરીક્ષામાં 27 જેટલા વિદ્યાર્થીઓ ઝળહળ્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ (NMMS Scholarship) આપવામાં આવે છે.આ સ્કોલરશીપ ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે હેતુથી ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળે છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધન દ્વારા આ યોજના હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે સ્કોલરશીપ આપવામાં આવે છે. આ પરીક્ષા ફક્ત ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ હોય છે. ત્યારે ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓએ પણ આ પરીક્ષા આપી હતી. ડાંગ જિલ્લાના 27 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. ત્યારે ડાંગ જિલ્લામાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી ૧. ગાયકવાડ રોનક સોમનાથભાઈ (દીપ દર્શન શાળા, આહવા), ૨. ગાવિત મિલિન્દ અરુણભાઈ (દીપ દર્શન શાળા, આહવા), ૩.કોંકણી નીસર્ગ મનીષભાઈ (કોયલીપાડા  પ્રાથમિક શાળા)નાઓ એ પોતાની શાળાને ગૌરવ અપાવ્યું હતુ.ત્યારે પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને ડાંગ વહીવટી તંત્રની ટીમ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!