GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના બોરુ ગામમાં આજથી‘હર ઘર તિરંગા’અભિયાન,ઘરો અને કાર્યાલયો પર તિરંગો ફરકાવવા ની અપીલ.

 

તારીખ ૧૦/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

દેશભરમાં હાલ તિરંગાની ધૂમ છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં બધે આપણો તિરંગો ગર્વથી લહેરાતો જોવા મળે છે. આપણો દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અમૃત મહોત્સવના નેજા હેઠળ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આજથી કાલોલ તાલુકાના બોરુ ગામમાં દરેક ઘર માટે તિરંગા ઝુંબેશ શાળા પરિવાર, પંચાયત અને આરોગ્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થશે.આ સમય દરમિયાન,ગામજનોને તેમના ઘરો અને કાર્યાલયો પર ત્રિરંગો લહેરાવવાની અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડીપી (ડિસ્પ્લે પિક્ચર) માં તેમના ફોટાની સાથે તિરંગાનો ફોટો પણ સામેલ કરવાની અપીલ કરવામાં આવી છે. શાળા પરિવાર એ પોતે પોતાના ડીપી પર તિરંગો લગાવીને આ અભિયાનની શરૂઆત કરવામાં આવી. આ અભિયાન ૧૫ ઓગસ્ટ સુધી ચાલશે. તિરંગા સાથે સેલ્ફી ઉપર તિરંગા સાથેના તેમના ફોટા મંત્રાલય સાથે શેર કર્યા હતા.પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત દરેક ઘર પર તિરંગો ફરકાવવાની સાથે સાથે તિરંગા રેલી, તિરંગા દોડ, ચિત્ર સ્પર્ધા અને રંગોળી જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ દરમિયાન લોકોને એ પણ જણાવવામાં આવશે કે રાષ્ટ્રધ્વજનું તિરંગાનું પ્રતીક કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું.આ પહેલા દેશમાં કયા ધ્વજ પ્રચલિત હતા?શાળાના વિદ્યાર્થીઓ ગામના નાગરિકો સહિતની તિરંગા રેલી તારીખ ૧૨ ઓગસ્ટ ના રોજ આયોજન કરેલ છે.

Back to top button
error: Content is protected !!