ANANDANAND CITY / TALUKO

દીકરાની ઘેલછામાં પત્ની પર ત્રાસ ગુજારતા પરિવારનું પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા સફળ કાઉન્સેલિંગ

દીકરાની ઘેલછામાં પત્ની પર ત્રાસ ગુજારતા પરિવારનું પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા સફળ કાઉન્સેલિંગ

 

 

તાહિર મેમણ – આણંદ : 01/12/2023 – શુક્રવાર :: આણંદ જિલ્લાના એક અરજદાર બહેનના લગ્ન બાદ ઘર સંસાર સારી રીતે ચાલતો હતો, પરંતુ ત્રણ દીકરીઓના જન્મ બાદ બહેનના પતિ અને સાસુ મહેણા ટોણા મારતા હતા, બહેનને દીકરીઓ હોવાથી ત્રાસ સહન કરી લેતા હતા. જ્યારે ત્રાસ અતિશય વધી ગયો ત્યારે બહેને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, આણંદનો સંપર્ક કરીને પોતાની સઘળી આપવીતી જણાવી હતી.

 

અરજદાર બહેનના પતિ અને સાસુ બંને દિકરીને જ કેમ જન્મ આપે છે તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. પીડિતાનું ત્રણ વાર સીઝર થયેલ હોઈ તબિયત સારી ન રહેતી હોવા છતાં પણ હજુ એક દીકરો જોઈએ છે તેમ કહી તેમના પતિ ઝઘડા કરીને શારીરિક ત્રાસ આપતા હતા અને ધાકધમકીઓ આપી ઘરેથી કાઢી મુક્યા હતા.

 

પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર ઈન્દિરાબેન પરમારે અરજીદારની અરજી લઈને સામાવાળાને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર ખાતે બોલાવી અરજી બાબતે ચર્ચા કરી હતી. કાઉન્સિલરે દીકરા-દીકરી વચ્ચેના જાતિગત ભેદભાવ અને સમાનતા વિશે કાઉન્સેલિંગ કરીને અણસમજ દૂર કરી હતી. જેના પરિણામે પીડિતાના સાસુ અને પતિએ હવેથી કોઈપણ જાતની માનસિક અને શારીરિક હેરાનગતિ નહીં કરે તેવી ખાતરી આપતા બહેન તેમના પતિ સાથે જવા તૈયાર થયા હતા.

 

આમ, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલિંગ થકી પીડિતાને ત્રાસમાંથી મુક્તિ મળતા પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, આણંદનો આભાર માન્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!