થરામાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત,!! ટાવર ઉપર વીજળી પડતા વેલ્ડિંગ મશીન,LED લાઈટો, પંખા,CCTV કેમેરા,વાયરિંગ બળીને ખાખ થયું..

ઓગડ પંથકમાં શનિવારના બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો.મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટરના આદેશ મુજબ કાંકરેજ /ઓગડ પંથકની શાળા- કોલેજો બંધ રાખવામાં આવી હતી.જોકે બપોર સુધી આકાશ ખુલ્લું હતું અને તડકો પણ હતો.બપોર બાદ શરૂ થયેલો વરસાદ સાંજે વધુ જોરદાર બન્યો હતો.વીજળી ના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો,થરા ભક્તિ નગર વિસ્તારમાં વિનય વિદ્યા મંદિર ના નાકે આવેલ મંગલ મૂર્તિ કોમ્પ્લેક્ષ ના બાજુમાં આવેલ ટાવર ઉપર વીજળી પડતા નાકુ કૃપા વેલ્ડિંગ વર્ક્સ,જય અંબે વુડન વર્ક્સ,આનંદ ઓટો પાર્ટ્સ, મહાકાળી ઓટો ગેરેજ,શ્રી ચામુંડા ઓટો ગેરેજ,ગણેશ વેલ્ડિંગ વર્ક્સ,વિશ્વકર્મા વેલ્ડિંગ વર્ક્સ સહીત અનેક દુકાનોમાં વેલ્ડિંગ મશીન,LED લાઈટો, પંખા, CCTV કેમેરા, વાયરિંગ સહીત અનેક વસ્તુઓને નુકશાન થયું હતું તેમ અમરતભાઈ સુથારે (A Lal Paintar) જણાવ્યું હતું. ભારે વરસાદને કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી. વર્તમાનમાં વીજળી પડવાના બનાવો વધી રહ્યા હોવાથી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530