MEHSANAVIJAPUR

વિજાપુર ધારાસભ્ય દ્વારા યુવા બેકારી ઓછી કરવા માટે નવતર પ્રયાસ કરાયો

વિજાપુર ધારાસભ્ય દ્વારા યુવા બેકારી ઓછી કરવા માટે નવતર પ્રયાસ કરાયો
અમદાવાદ બેહચરાજી સાણંદ વિરમગામ ની ખાનગી કંપની દ્વારા ભરતી મેળો યોજાયો
600 થી વધુ બેરોજગાર યુવકો માંથી 450 જેટલા યુવકોને પત્રો અપાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ના ધારાસભ્ય સભ્ય દ્વારા અમદાવાદ સાણંદ બેહચરાજી વિરમગામ માં આવેલ ખાનગી કંપનીઓ સાથે મામલતદાર કચેરીની નજીક ફાઉન્ટેન હોટલ ખાતે બેઠક કરી બે રોજગારી ઓછી કરવા માટે નવતર પ્રયાસ કરવામાં આવતા જેમાં 600 યુવા બેરોજગારો એ ભાગ લીધો હતો અને તેમાંથી 450 જેટલા બેરોજગારો ને નોકરી માટે ના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા હાલમાં ગુજરાત માં યુવા બેરોજગારો ની સંખ્યાઓ માં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર બેકારી ઓછી કરવા મૂંઝવણ અનુભવી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા દ્વારા કોંગ્રેસના કાર્યકરો તેમજ શહેર પ્રમુખ અસપાક અલી સૈયદ તેમજ તાલુકા પ્રમુખ દિનેશ સિંહ ચૌહાણ તેમજ કાર્યાલય ઇન્ચાર્જ ડીડી રાઠોડ તેમજ કાર્યાલય ના સેવક પ્રવીણ રાવત ઉર્ફે પીયુ રાવત સહિત ની ટીમ વર્ક બનાવી બહારથી આવેલા કંપનીઓ ના માલિકો મેનેજરો સેક્રેટરી ઓ ને સહકાર આપી આવેલા ઉમેદવારો ને ઈન્ટરવ્યું માટે મોકલી બેરોજગારો ની સંખ્યા ઓછી કરવા માટે આ નવતર પ્રયાસ ને શહેરી જનો તેમજ તાલુકાના ગ્રામજનોએ વધાવ્યો હતો આ અંગે ડો સીજે ચાવડાએ જણાવ્યું હતુંકે રાજ્યમાં વધી રહેલી બેકારી દૂર કરવા માટે સૌ પ્રથમ વિજાપુર તાલુકા માંથી પ્રયાસ કરવામાં આવ્યો છે સરકાર જો આવો પ્રયોગ 182 બેઠકો ઉપર કરે તો ઘણી બેકારી ઓછી થાય તેમ છે પરંતુ સરકાર ને આવો કોઇ રસ દેખાતો નથી પરંતુ અમારો હમેશ પ્રયાસ રહેશે અને આગામી દિવસો માં ફરી આવો રોજગાર મેળો યોજાય તે માટે પ્રયાસ કરવામાં આવશે શક્ય થાય તે રીતે બેરોજગારી દૂર કરવા કોંગ્રેસ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા સતત પરિશ્રમ કરવામાં આવશે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!