
તા.૨૧.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં રોડ-રસ્તાઓના રિસર્ફેસિંગની કામગીરી પુરજોશમાં કરવામાં આવી
દાહોદ માર્ગ અને મકાન વિભાગ પંચાયતની ઝડપી કામગીરીદાહોદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત હેઠળ વિવિધ માર્ગોના સુધારા, રિસર્ફેસિંગની કામગીરી અને નવીનીકરણના કાર્યો ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને વધુ સુવિધાસભર માર્ગ સુવિધાનો લાભ મળી રહે.જે અંતર્ગત ગુજરાત સરકારશ્રીના માર્ગ અને મકાન પેટા વિભાગ પંચાયત દાહોદ દ્વારા વિભાગ :- ઝાલોદ પેટા વિભાગ, રસ્તાનું નામ :- વટલી બામણીયા ફળિયા રોડ, તાલુકો-ફતેપુરા. આ રોડ પર રિસર્ફેસીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી થકી ગામોના પરિવહન સરળ, ઝડપી અને સલામતી ભર્યા બની રહેશે.





