
તા.૦૨.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરના પરેલ વિસ્તારના સી.સાઈટ નજીક રેલ્વે પટરી ક્રોશ કરતા વિકલાંગ યુવકનું ટ્રેનની ટક્કર ઘટના સ્થળે મોત નીપજ્યું
આજરોજ રવિવાર રાત્રે ૧૨:૩૦ કલાકની આસપાસ દાહોદ શહેરના પરેલ વિસ્તારના સી સાઈટ વિસ્તાર નજીક રેલ્વે પટરી ક્રોશ કરતા અચાનક આવી ગયેલ ટ્રેનની ટક્કરે કોઈ યુવકનું મોત નીપજ્યા હોવાનું રેલ્વે પોલીસને માહિતી મળતા રેલ્વે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આ યુવક વિકલાંગ હોય અને પટરી ક્રોસ કરતા સમયે અચાનક આવી ગયેલ ટ્રેનની ટક્કરથી યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું હાલ યુવકના પાસેના મોબાઈલ થી યુવકના પરિવારથી સંપર્ક કરતા યુવકનું નામ રામ ગોપાલ અને તે ઉત્તર પ્રદેશના ફરીદાબાદ નો રહેવાસી અને ભીક્ષા માંગીને પોતાનું જીવન ગુજારતો હતો.યુવકની મોતના સમાચાર યુવકના પરિવારજને થતા યુવકના પરિવારમા શોકનું મોજું ફરી વળ્યું હતું.હાલ રેલ્વે પોલીસે લાશનો કબ્જો લઈ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે





