BANASKANTHAPALANPUR

ડીસા એપીએમસીમાં રબારી સમાજના આગેવાન અને ધારાસભ્ય માવજી દેસાઈની ભાજપ પેનલનો દબદબો યથાવત રહ્યો 

19 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા એપીએમસીની ખેડૂત વિભાગની 10 બેઠકો માટે સોમવારે યોજાયેલી ચૂંટણીની મત ગણતરી મંગળવારે બજાર સમિતિ કાર્યાલયમાં યોજાઈ હતી. જેમાં માવજી દેસાઈની ભાજપ પેનલ ના નવ ઉમેદવારો અને સામા પક્ષે કોગ્રેસ ના એકમાત્ર ગોવાભાઈ દેસાઈ વિજેતા બન્યાં હતા. આમ એપીએમસીમાં રબારી સમાજના આગેવાન, વર્તમાન ચેરમેન અને ધારાસભ્ય માવજી દેસાઈ ની પેનલનો દબદબો યથાવત રહ્યો હતો અને સામે પક્ષે કોગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈ ની પેનલ નો કારમો પરાજય થયો હતો. ડીસા એપીએમસી ચૂંટણી અધિકારી અને જીલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) યુવરાજસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક સાથે સાત રાઉન્ડ માં મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. સવારે નવ વાગ્યા થી શરૂ થયેલી મત ગણતરી સાંજના ચાર કલાક સુધીં ચાલી હતી. જેમાં ડીસા એપીએમસીના વર્તમાન ચેરમેન અને ધારાસભ્ય માવજી દેસાઈ ની ભાજપ પેનલના નવ ઉમેદવાર અને સામા પક્ષે કોગ્રેસના એકમાત્ર ગોવાભાઈ દેસાઈ વિજેતા બન્યા હતાં. જયારે તેમની પેનલના નવ ઉમેદવારને પરાજય નો સામનો કરવો પડ્યો હતો. આમ, ગુજરાત રબારી સમાજના આગેવાન, ડીસા એપીએમસીના વર્તમાન ચેરમેન અને ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈની પેનલ સતત ત્રીજી વખત બહુમતી સાથે ચૂંટાઈ આવતાં એપીએમસી માં ભાજપ અને માવજી દેસાઈનો દબદબો યથાવત રહેવાં પામ્યો હતો. જયારે કોગ્રેસ ના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈ ની પેનલ ને કારમી હાર ચાખવાનો વારો આવ્યો હતો.     એપીએમસી ચૂંટણીમાં અમારી પેનલના 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા તેમજ આજે યોજાયેલી ખેડૂત વિભાગ ની મત ગણતરી માં અમારી ભાજપ પેનલ ના 10 માંથી નવ ઉમેદવારો વિજેતા બન્યાં છે. જેથી ખેડૂતો એ અમારા ઉપર મુકેલા વિશ્વાસ ને ટકાવી રાખીશું તેમ ડીસા એપીએમસીના ચેરમેન અને ધારાસભ્ય માવજી દેસાઈએ જણાવ્યું હતું.ગુજરાતમાં રબારી – માલધારી સમાજનું પ્રતિનિધિત્વ કરતાં માવજી દેસાઈ તાજેતરમાં જ ધાનેરા વિધાનસભા ચૂંટણીમાં બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા બાદ તેઓની આગેવાનીમાં યોજાયેલી ડીસા એપીએમસી ની ચૂંટણીમાં બહુમતી સાથે ભાજપની પેનલ વિજેતા બનતાં ભાજપમાં માવજી દેસાઈ નું કદ વધી જવા પામ્યું છે.ધારાસભ્ય માવજી દેસાઈ અને પ્રવિણ માળી ની મહેનત રંગ લાવીડીસા એપીએમસી માં સંચાલક મંડળ ની 16 બેઠકો પૈકી છ બેઠક બિનહરીફ થઈ હતી. જયારે ખેડૂત વિભાગની 10 બેઠક ના ઉમેદવાર ને બહુમતી સાથે વિજેતા બનાવવા માટે ધાનેરા ધારાસભ્ય અને ચેરમેન માવજી દેસાઈ, ડીસા ધારાસભ્ય પ્રવિણ માળી, જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃત દવે તેમજ નરસિંહ દેસાઈ સહિત રાજકીય, સહકારી અને સામાજીક આગેવાનો ની મહેનત રંગ લાવી હતી.ખરીદ વેચાણ (તેલીબિયા) વિભાગ ભાજપ ના બિનહરીફ ઉમેદવાર- માવજીભાઈ મગનભાઈ દેસાઈ (ધારાસભ્ય) – બિનહરીફ- બાબુભાઈ વેલાભાઈ પાનકુટા – બિનહરીફ- વેપારી વિભાગ ભાજપના બિનહરીફ ઉમેદવાર- રમેશકુમાર બાબુલાલ માળી- રાજેશકુમાર કનુભાઈ ભરતીયા- અરજણભાઈ ધર્માભાઈ પટેલ- રમેશભાઈ ભીખાભાઈ દેસાઈ- ખેડૂત વિભાગના ભાજપ ના વિજેતા ઉમેદવારો ની યાદી- ઈશ્વરભાઈ હરીભાઈ રબારી (દામા)- રામજીભાઈ વાહજીભાઈ રબારી (નાગફણા)- કલ્યાણભાઈ ગોવાભાઈ રબારી (રાણપુર)- ખેતાભાઈ જગમાલભાઈ રબારી (ઢેઢાલ)- કરશનભાઈ સતાભાઈ કણબી (ટેટોડા)- જીગરભાઈ ભગવાનભાઈ રબારી (વરનોડા)- રેવાભાઈ મોહનભાઈ રબારી (ગજનીપુર)- ગમનભાઈ રાણાભાઈ રબારી (ખરડોસણ)- પ્રકાશભાઈ નાગજીભાઈ રબારી (દામા)- કોગ્રેસના વિજેતા ઉમેદવાર- ગોવાભાઈ હમીરાભાઈ રબારી (પૂર્વ ધારાસભ્ય) ઉપરોક્ત માહિતી આપતાં  વિનોદ બાંડીવાળા એ જણાવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!