SAGBARA

સાગબારા તાલુકાના બર્કતુરા ગામ ખાતે એમ.એફ.હાઈસ્કૂલ ખાતે સુહાના સફર 2024 વાર્ષિક કાર્યક્રમ યોજાયો.

સાગબારા તાલુકાના બર્કતુરા ગામ ખાતે એમ.એફ.હાઈસ્કૂલ ખાતે સુહાના સફર 2024 વાર્ષિક કાર્યક્રમ યોજાયો.

 

વાત્સલ્ય સમાચાર

જેસીંગ વસાવા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા બર્કતુરા ગામ ખાતે દીપ એજ્યુકેશન એન્ડ કલ્ચર ટ્રસ્ટ સંચાલિત એમ.એફ. હાઈસ્કૂલ બર્કતુરા ખાતે હાઈસ્કૂલ ને પાંચ વર્ષ પૂર્ણ થતાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી સાગબારા તાલુકામાં આવેલા બર્કતુરા ગામ ખાતે એમ. એફ .હાઈસ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવ ને ઉજવણી કરવામાં આવી હતી. સુહાના સફર 2024 કાર્યક્રમને વીરૂબેન જી. વસાવા નિવૃત્ત બૅન્ક મેનેજરના હસ્તે અને ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લા મુકવામાં આવ્યો હતો

. આ વાર્ષિક મહોત્સવ માં ધોરણ 9 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતો. ત્યારબાદ એમ. એફ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ એ હાઈસ્કૂલ નું નામ રોશન કરનાર તેજસ્વી તારલાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..

 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત. શ્રીમતી વીરૂબેન જી.વસાવા નિવૃત્ત બેન્ક મેનેજર. તેમજ તાપી જિલ્લા કોષા અધ્યક્ષ એડવોકેટ એલ.એમ.પાડવી. , રવિભાઈ એફ વસાવા ચેરમેન , દિલીપભાઈ એન વસાવા હોકી મંત્રી નર્મદા, તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન સુભાષભાઈ વસાવા, જિલ્લા પંચાયત સમિતિ અધ્યક્ષ વિનેસ વસાવા, સમસ્ત ગ્રામજનો અને શિક્ષક ગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!