NANDODNARMADASAGBARA

સાગબારા પોલીસે બેટરી ચોરીના ગુન્હામા સંડોવાયેલ બે આરોપીઓને ગણતરીના કલાકમા મુદ્દામાલ સાથે ઝડપી લીધા

સાગબારા પોલીસે બેટરી ચોરીના ગુન્હામા સંડોવાયેલ બે આરોપીઓને ગણતરીના કલાકમા મુદ્દામાલ સાથે ઝડપી લીધા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

સાગબારાના કોલવાણ ગામની સીમમાથી ખેતરમાં લગાવેલ સરકારી હોમ લાઇટ સીસ્ટમની યોજના હેઠળ લગાડેલ સોલાર પેનલ લાઇટની “ACENO TECH “કંપનીની બેટરી કિ.રૂ.૧૨૦૦૦/-થી કિ.રૂા.૧૫૦૦૦/-ના મુદ્દામાલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી થયા બાબતની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી તપાસ દરમ્યાન તા.૨૭/૦૩/૨૦૨૪ ના રોજ પીએસઆઇ સી.ડી.પટેલને બાતમી મળેલ કે સાગબારા પો.સ્ટે.મા દાખલ થયેલ ચોરીના ગુનામા ચોરાયેલ મિલ્કત સોલાર પેનલ લાઇટની ACENO TECH “કંપનીની બેટરી કોલવાણ ગામનો મહેશભાઇ દેવરામભાઇ વલવી તથા બીજો એક ઇસમ ચોરી કરી લઈ ગયેલ છે તેવી બાતમી મળતા પોલીસ સ્ટાફના માણસોને વોચ તપાસમા રાખેલ હતા અને રાણીપુરથી ખાપર તરફ જતા રોડ ઉપર વાહન ચેકીંગની કામગીરી કરતા હતા તે દરમ્યાન એક ઇસમ મોટર સાયકલ ઉપર પાછળના ભાગે એક વજનદાર બેટરી બાંધીને ખાપર તરફ જતો હોય જેથી તેને રોકી તેના નામ ઠામની પુછપરછ કરતા પોતાનુ નામ મહેશભાઇ દેવરામભાઇ વલવી રહે. કોલવાણ તા.સાગબારા, જીલ્લો નર્મદા નો હોવાનું જણાવેલ અને તેની મો.સા. પાછળ બાંધેલ બેટરીની માલીકી બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હોય જેથી મુદ્દામાલ સાથે પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી પુછપરછ કરતા તેની પાસેથી મળી આવેલ બેટરી ફરીયાદીના ખેતરે મુકેલ સોલાર પેનલ લાઇટની ACENO TECH “કંપનીની બેટરી જે ચોરીમા ગયેલ હતી તેજ બેટરી હોવાનુ જણાય આવતા શકદાર ઇસમની વધુ પુછપરછ કરતા સદર બેટરી પોતે તથા બીજો ઇસમ સાહીલકુમાર ત્રીજમાભાઇ પાડવી રહે. કોલવાણ તા.સાગબારા, જીલ્લો નર્મદા નાઓ સાથે ચોરી કરી લઇ ગયેલાની કબુલાત કરતા બંનેની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!