GUJARATLAKHTARLIMBADISURENDRANAGAR

લિંબડી ધાધરેટીયા રોડ પર ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લેતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત

તા.27/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના લીંબડી લખતર રોડ પર ઘાઘરેરિયા પાસે ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક સવાર બંને ભાઈઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા સ્થળ પરજ પંચનામું કર્યું ત્યાં સુધી ચાર કલાક બંને લાશ રસ્તા પર જ પડી રહી હતી પંચ રોજકામ કર્યા બાદ બંને મૃતદેહોને લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર મૂકી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે સુરેન્દ્રનગરના લીંબડી લખતર રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં બાઈક ડમ્પર નીચે ઘૂસી ગયું હતું અકસ્માતમાં બાઈક સવાર જેન્તીભાઈ પુંજાભાઈ રાઠોડ અને અરવિંદભાઈ ગોરાભાઈ વાઘેલા નામના પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સવાર એક વ્યકિત ફંગોળાઈને રોડની બાજુમાં આવેલા ખેતરમાં પડ્યો હતો અકસ્માતના પગલે લીંબડી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો આ અકસ્માતની ઘટના બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળે જ ડમ્પર મૂકીને ફરાર થઇ ગયો હતો આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતાં લીંબડી પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!