DEDIAPADANANDODNARMADA

ડેડીયાપાડા પોલીસે દારૂ સહિત રૂ. ૨.૯૦ લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી લીધા

ડેડીયાપાડા પોલીસે દારૂ સહિત રૂ. ૨.૯૦ લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી લીધા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ નર્મદા જિલ્લામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરી ઉપર કડક વોચ રાખવામાં આવી રહી છે ત્યારે ડેડીયાપાડા પોલીસે મારુતિ વનમાં લઈ જવાતો દારૂનો જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી લીધા છે

પ્રાપ્ત માહિતી મુજબ પી.જે.પંડયા, પોલીસ ઇન્સપેકટર, ડેડીયાપાડા સહિત પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે મહારાષ્ટ્રમાંથી દારૂ લાવવામાં આવી રહ્યો છે ત્યારે પ્રિહિબિષણ વોચ દરમિયાન કનબુડી અને રાલ્દા ગામની વચ્ચેથી ચાર ઇસમોને એક મારૂતી વાન ગાડી નંબર GJ-16-BG-3198 માં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ સાથે પોલીસે ઝડપી લીધા હતા ઉપરાંત દારૂનો જથ્થો (મહારાષ્ટ્ર) રાજ્યના સોરાફળી ગામેથી ભરાવી બે મો.સા.ઉપર ગાડીની આગળ પાયલોટીંગ રાખી મોરખી, મોરજડી, દાંડાવાડી થઈ રાલ્દા ગામના બસ સ્ટેન્ડ તરફ આવતો હતો જેમાં દારૂની પેટીઓ નંગ-૨૨ માં કુલ કિ.રૂ.પર,૮૦૦/- તથા મોબાઈલ નંગ-૦૪ કિ.રૂ. ૨૮,૦૦૦/- તથા મારૂતીવાન કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોસા. નંગ-૦૨ કિ.રૂ. ૬૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨,૯૦,૮૦૦/- ના પ્રોહી મુદામાલ સાથે આરોપી (૧) અક્ષયભાઇ છોટુભાઇ વસાવા (૨) જનકભાઇ રવિદાશભાઇ વસાવા બન્ને રહે.ઢેબાર, તા.નેત્રંગ જી.ભરૂચ તથા (3) પ્રદિપભાઇ પ્રથમભાઇ વસાવા (૪) મેહુલભાઇ પુરણભાઇ વસાવા બન્ને રહે.ચંદ્રવાણ ભગત ફળીયુ, તા.નેત્રંગ જી.ભરૂચ ને ઝડપી લીધા હતા તેમજ આરોપી નં. (૫) વિરલભાઈ ભુપેન્દ્રભાઈ વસાવા (૬) હિરેન વસાવા પોલીસ નાકાબંધી દરમ્યાન નાસી જવામાં સફળ થયા હતા જેમને વોન્ટેડ જાહેર કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!