GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI-મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા વિદ્યાર્થી અને સ્કૂલના શિક્ષક સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી 

MORBI-મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા વિદ્યાર્થી અને સ્કૂલના શિક્ષક સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440 એમ ટોટલ 1890 + વિદ્યાર્થી અને સ્કૂલના શિક્ષક સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ સ્કુલ પર જઇને આપવામાં આવી. *ખાસ ટ્રેનીંગમાં લાઈફ જેકેટ અને લાઈફ રીંગનું મહત્વ સમજાવવામાં આવ્યું કે જે વડોદરા જે હરણી તળાવ માં બાળકો ડૂબીજવાની ઘટના બનેલ જો તેમાં બધાં વિદ્યાર્થીઓ ને લાઈફ જેકેટ પહેરાવેલ હોત તો બધાં બાળકો નો જીવ બચી જાત.આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે માર્ગદર્શન આપેલ. તેમજ Fire extinguisher (અગ્નિશામક યંત્ર)નો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર સમજાવ્યું. ત્યારબાદ અગ્નિશામક યંત્રના ઉપયોગનો લાઈવ ડેમો રાખેલ.


મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતો માં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી (નિશુલ્ક) લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા (૯૯૭૯૦ ૨૭૫૨૦) & લીડિંગ ફાયરમેન શ્રી જયેશ ડાકી (૯૭૩૭૪ ૦૩૫૧૪) તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!