SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

દુધરેજ ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણીમાં બેસી તંત્રના નામની ધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો.

તા.08/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં 48 કલાકમાં સામાન્ય વરસાદ વરસ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ છતી કરી નાખી છે તંત્ર દ્વારા વરસાદ પહેલા પ્રિમોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાના એંધાણ કરાયા છે ખાસ કરી વરસાદી પાણીનો ભરાવો શહેરી વિસ્તારોમાં ન થાય તે માટે કલેક્ટર દ્વારા પાલિકા વિભાગના અધિકારીઓ સાથે 3 વખત પ્રિ-મોન્સૂન બેઠક યોજી જરૂરી સૂચના આપવામાં આવી છે પરંતુ પ્રથમ વરસાદમાં સુરેન્દ્રનગરની શેરી ગલીઓમાં પાણી ફરી વળ્યાં છે સુરેન્દ્રનગરના દુધરેજ ગામમાં રોડ રસ્તા પર 3 ફૂટ જેટલા પાણી ભરાતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દુધરેજ ગામમાં છેલ્લી 48 કલાકમાં 3 ઈંચ વરસાદ થયો છે વરસાદના પગલે ગામમાં મકાનોમાં પાણી ભરાયા છે પાણી ભરાવવાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના કારણે શાળા માંથી પણ બાળકોને રજા આપી દેવામાં આવી છે ત્યારે રસ્તા પર પાણી ભરાતા એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી ન શકે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે બીજી તરફ વરસાદી પાણી ભરાતા ઝેરી જનાવરો નીકળવાના બનાવ બન્યા છે સ્થાનિક મહિલાઓ પણ પોતાના ઘરમાંથી બહાર નીકળી શકતી નથી ત્યારે વરસાદી પાણી નિકાલ માટે દુધરેજ ગામમાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ડૂબી ગયો હોય તેવું ગ્રામજનોએ જણાવ્યું છે વરસાદી પાણીનો નિકાલ તાત્કાલીક કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ તંત્ર સમક્ષ કરી છે દુધરેજ ગામમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હોવાના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે નગરપાલિકા વિસ્તારમાં આવતો આ દુધરેજ વિસ્તાર પાલિકા સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી હોય તેવું વર્તાઈ રહ્યું છે ત્યારે સામાન્ય વરસાદે દુધરેજ ગામમાં મુખ્ય રસ્તાઓ ઉપર ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા તો દવાખાનું હોય તો દવાખાને નથી જઈ શકતા તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ કરીને જે દુધરેજ ગામ આવેલું છે ત્યાં વરસાદી પાણી ભરાયા હોવાના કારણે સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે રોજ વ્યક્ત કરી વરસાદી પાણીમાં બેસી જઈ અને રામધૂન બોલાવવામાં આવી છે તંત્રના નામની ધૂન બોલાવી અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!