
કિરીટ પટેલ બાયડ
*.
બાયડ તાલુકામાં નિશાચરોએ ખેડૂતોને નિશાન બનાવ્યા હોય એ રીતે રાત્રિના સમયે કુવા ઉપરની મોટર તેમજ કેબલની ઉઠાતરી કરીને સાઠંબા પોલીસને પડકાર ફેંક્યો છે ઘઉં તેમ જ રાયડુ જેવા પાકોમાં છેલ્લા પાણી ફરી રહ્યા છે ત્યારે બાયડ તાલુકાના સાઠંબા પંથકમાં ચોરોને જાણી છૂટુ દૂર મળી ગયો હોય તેમ કુવા ઉપર ની મોટરો તેમજ કેબલની ચોરી કરીને ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે
બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં તસ્કરોએ ખેતરોમાંથી મોટર અને કેબલની ચોરીઓ કરી સાઠંબા પોલીસને ખુલ્લો પડકાર આપ્યો છે..!!! સાઠંબા વિસ્તારમાં પોલીસ તેમના ઉઘરાણામાંથી નવરા પડી તો નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી લોકમાંગ પ્રબળ બની રહી છે…!!! શિયાળુ પાકમાં છેલ્લા પાણી મૂકવાનો સમય થઈ ગયો છે ત્યારે ચાંપલાવત, હઠીપુરા, જાલમપુરા ગામે મોટર અને કેબલની ચોરીઓ થતાં ખેડૂતોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. સાઠંબા વિસ્તારમાં સક્રિય થયેલી ચોર ટોળકીએ જાલમપુરા, હઠીપુરા અને ચાંપલાવત ગામે બે મોટર અને કેબલની ચોરી કરી તરખાટ મચાવ્યો છે. ખેડૂતોની માંગ છે કે સાઠંબા પોલીસ સક્રિય થઈ નાઈટ પેટ્રોલિંગ વધારી આવા ચોરોની ટોળકીને ઝડપી પાડી પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.




