
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં રૂપિયા ૧૮ લાખના વિકાસશીલ પ્રકલ્પોનું જિલ્લા વિકાસઅધિકારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
નેત્રંગ તાલુકાના મૌઝા ગામે ૧૫માં નાણાપંચ અને મનરેગા ક્નવર્ઝન અંતર્ગત ૮ લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડીનું અને વાંદરવેલી ગામે ૧૫માં નાણાપંચ અંતર્ગત રૂપિયા ૧૦ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાના ઓરડાનું જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, એસ.ઓ. ધરવ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, ગ્રામ પંચાયતના સરપંચ સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


