GUJARATKUTCHMUNDRA

શ્રી કચ્છ મુંદરા પાંજરાપોળ અને ગૌશાળા ને રૂપિયા 2,91,382/- નું દાન ઝરપરા વાસીઓ તરફથી મળ્યું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૦૪ સપ્ટેમ્બર : ઝરપરા ગામનું ચારણ સમાજ જીવદયા ક્ષેત્રે હૃદય પ્રેમી છે, વર્ષોથી જીવદયા ના કાર્યો કરતા આવ્યા છે એવા આશપનભાઈ નાગશીભાઈ ગાગીયા જે હાલે 75 વર્ષની જૈફ વયે હોવા છતાં પણ જેમના માં જીવદયા કાર્ય કરવાનું પ્રબળ વ્યક્તિત્વ છે, તે પોતે જાતે ઝરપરા વાડી વિસ્તાર તેમજ ગામમાંથી પગે ફરી ને આ અનુદાન વર્ષોથી પાંજરાપોળ માટે મેળવી આપે છે.આ રકમ મુંદરા પાંજરાપોળના ટ્રસ્ટીઓ નવીનભાઈ મહેતા, હિરેનભાઈ સાવલા સાથે ભરતભાઈ હંસોરા ને અર્પણ કરેલ હતી. હિરેનભાઈ એ આશપનભાઈ ને ગૌસેવા નાં મશીહા ની ઉપમા આપેલ હતી.પાંજરાપોળ નાં ટ્રસ્ટી કાંતિલાલ મોરારજી શાહ તેમજ સર્વે ટ્રસ્ટીઓએ ઝરપરા વાસીઓનું હૃદયથી આભાર વ્યક્ત કરેલ હતું.

Back to top button
error: Content is protected !!