ભરૂચ જિલ્લામાં આત્મહત્યા કરવા મૃત્યુ ને પ્રેરિત કરતો નર્મદા મૈયા બ્રિજ
ભરૂચ જિલ્લામાં આત્મહત્યા કરવા મૃત્યુને પ્રેરિત કરતો નર્મદા મૈયા બ્રિજ
નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચ માં નર્મદા નદી ઉપર બનાવેલ નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે.
નર્મદા મૈયા બ્રિજ ૧૨ જુલાઇ ૨૦૨૧ થી પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારથી જ સમાય અંતરે આત્મહત્યા તેમજ અનેક અનિચ્છનીય ઘટનાઓ બનાવો સામે આવ્યા છે. જાણે આત્મહત્યા માટે પ્રેરણા રૂપ આપતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતમાં અન્ય જિલ્લામાંથી પણ અહીં મૃત્યુને વ્હાલું કરવા માટે લોકો આવે છે અને આત્મહત્યા કરે છે.
નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવામાં લગભગ ૨૨ થી વધુ જેટલા આત્મહત્યાના બનાવ બન્યા છે અને મૃત્યુ પામ્યા છે અને ૧૭ થી વધુ આત્મહત્યા કરવા જતા સ્થાનિકો તેમજ પોલીસો દ્વારા બચાવવામાં આવ્યા છે જે ભરુચ પોલીય દ્વારા આંકડા મળ્યા અને અસંખ્ય માત્રાની અંદર આંકડા છે કે જે નદીની અંદરથી લાશો મળી આવી તે કદાચ બ્રિજ પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હોય એ સંભાવના પણ નકારી શ્કાય નહિ. તદુપરાંત બ્રિજ પર ૪ થી વધુ અકસ્માતોના બનાવ બન્યા અને મૃત્યુ પામ્યા છે અને નાના મોટા અકસ્માતોના બનાવ બન્યા કરે છે અને ઇજાગ્રત થાય છે.
આજના યુગમાં લોકોની સહનશક્તિ નબળી પડી છે માનસિક સ્થિતિ પણ સારી નથી રહેતી ત્યારે સરકારી આંકડા મુજબ ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩ માં ૮૫૫૭ લોકોએ આત્મહત્યા કરી છે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતની અંદર ૨૫,૪૭૮ લોકોએ આત્મહત્યા કરી જેમાં ૪૯૫ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા. આ એક ખૂબ જ ચિંતાજનક વિષય છે
આથી ભરૂચમાં નમૅદા નદી ઉપર આવેલા નર્મદા મૈયા બ્રિજ ઉપર લોકોને આત્મહત્યા કરતા રોકવા માટે ગુજરાત સરકાર તેમજ ભરુચ જીલ્લા કલેક્ટર શ્રી અને માગૅ- મકાન વિભાગ દ્વારા આ વિષય માં ગંભીરતા લઇ તાત્કાલિક ધોરણે બ્રિજની બંને સાઈડ યોગ્ય ઉચાયથી અવરોધ ઊભો કરી કે જેથી લોકો કૂદી ન શકે એ માટે જાળી કે અન્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી આત્મહત્યા ના બનાવોને રોકી શકાય એ જ વિનંતી.યોગી પટેલ
રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ વાત્સલ્યમ સમાચાર અંકલેશ્વર