વેજલપુર ગ્રામ પંચાયતમાં ૧૫ મી ઓગસ્ટ ની ખાસ ગ્રામ સભાનો ફિયાસકો થતા ૨૦ ઓગસ્ટ એ ગ્રામ સભા યોજવાની તારીખ જાહેર કરાઈ

તારીખ /૧૯/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ૧૫ ઓગસ્ટ ના રોજ ખાસ ગ્રામ સભા નું આયોજન સરકાર દ્વારા આઠ ઓગસ્ટ એ પરિપત્ર બહાર પાડી ૧૫ ઓગસ્ટ ના રોજ તમામ ગ્રામ પંચાયત ઓમાં ગ્રામ સભા યોજવા માટે જાહેર નામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેથી ગુજરાત ની તમામ ગ્રામ પંચાયતો માં ૧૫ ઓગસ્ટ ના રોજ ખાસ ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક ગ્રામ પંચાયતો માં વિવાદ પણ સર્જાયો હતો વેજલપુર ગ્રામ પંચાયત માં પણ ૧૫ ઓગસ્ટ ના રોજ ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર ગ્રામ પંચાયત મહિલા સરપંચ અને તલાટી ક્રમ મંત્રી અને ૧૫ થી ૨૦ જેટલા ગામજનો હાજર રહ્યા હતા વેજલપુર પી એચ સી ના આરોગ્ય મુખ્ય અધિકારી ના નેતૃત્વ હેઠળ ગ્રામ સભા યોજવાની હતી જેમાં વેજલપુર પી એચ સી આરોગ્ય મુખ્ય અધિકારી હાજર રહ્યા નહતા અને વેજલપુર ગ્રામ પંચાયત માં ગ્રામ પંચાયત સભા સદો એક પણ હાજર ન રેહતા ગ્રામ સભા મુલત્વી રખાય હતી જેથી વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી અને સરપંચ દ્વારા ૨૦ ઓગસ્ટ એ ગ્રામ સભા યોજવાની નવી તારીખ જાહેર કરાઈ છે વેજલપુર ગ્રામ પંચાયત માં ખાસ ગ્રામ સભા માં લેવાતા મુદ્દાઓ ઉપર અમલવારી કરી ગામજનો ને પડતી મુશ્કેલીઓ અંગે રજુઆતો સાંભળી તેઓનું રજુઆતો નું નિરાકરણ આવશે ખરૂ અને સરકાર ના ખાસ ગ્રામ સભા ના મુદ્દા અને ગાઈડ લાઈન મુજબ ચર્ચા કરી અમલવારી થશે કે દર વખત ની જેમ માત્ર કાગળ ઉપર યોજનાઓ રહેશે કે પછી ગામજનો ને તેનો સીધો લાભ થશે વેજલપુર ગ્રામ પંચાયત માં થયેલ ચર્ચા મુજબ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા છેવાડાના લોકો સુધી રીક્ષા ના માધ્યમ થી પ્રચાર કરી ગ્રામ સભા ની જાણ કરાશે ખરી કે પછી વેજલપુર ના છેવાડાના લોકો ગ્રામ સભા માં હાજર ન રહે અને તેઓને અંધકાર માં રાખી દર વખત ની જેમ તેઓના પ્રશ્નો ગ્રામ પંચાયત સુધી ના પોહચે તેવા પ્રયત્નો કરાશે તે જોવું રહયું






