GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લીંબડી ખાતે કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને ૭૫મા પ્રજાસત્તાક પર્વની આન, બાન, શાન સાથે ભવ્ય ઉજવણી

તા.26/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બન્યો.

સુરેન્દ્રનગર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત MSME એકમો દ્વારા અંદાજીત રૂ.૭૦૦ કરોડના MOU કરાયા. – મંત્રી ભાનુબેન બાબરીયા

આજે ભારતનાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જે શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાનાં અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી મંત્રી ભાનુબેન બાબરીયાએ લીંબડી હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ધ્‍વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા પણ સાથે જોડાયા હતા આ નિમિત્તે લીંબડી તાલુકાની વિવિધ કોલેજ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું જિલ્લા ખેતીવાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પી.જી.વી.સી.એલ, શિક્ષણ, આરોગ્ય સહિતના વિભાગો દ્વારા વિવિધ માહિતી દર્શાવતા ટેબ્લો પણ આ તકે પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં જેણે ઉપસ્થિત જનોમાં ભારે આકર્ષણ જગાડ્યું હતું આ રાષ્‍ટ્રીય પર્વ પ્રસંગે ઉદ્દબોધન કરતાં મંત્રી ભાનુબેન બાબરીયાએ સૌને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં ઝાલાવાડનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે ઝવેરચંદ મેઘાણી, સરદારસિંહ રાણા, મોતીભાઈ દરજી, ફુલચંદભાઈ શાહ, મણીલાલ કોઠારી, ચીમનભાઈ વૈષ્ણવ જેવા સ્વાતંત્ર્ય વીરોએ આઝાદીની લડતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે વિકાસના નવા શિખરો સર કર્યા છે સરકારે વિકસિત ભારત @૨૦૪૭ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં પણ નક્કર પગલાંઓ લીધા છે વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બન્યો છે મહિલા સશક્તિકરણ વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓના સશક્તિ કરણની દિશામાં નકકર પગલાંઓ લીધા છે નારી ગૌરવ નીતિ અમલમાં મુકનારૂ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૫૦ ટકા આરક્ષણ અને સરકારી નોકરીઓમાં ૩૩ ટકા મહિલા આરક્ષણનો પણ અમલ કરાવ્યો છે રાજ્યમાં ખાસ મહિલા એસઆરપી બટાલિયન સ્થાપવાનો નિર્ણય કર્યો છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત ૧૩ લાખ ૭૧ હજાર જેટલી ગંગા સ્વરૂપા બહેનોને ડી.બી.ટી મારફતે બેંક ખાતામાં સીધી સહાય આપવામાં આવે છે આજે ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેંકિંગમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રસ્થાને છે છેલ્લા બે વર્ષમાં ૩ લાખ ૧૬ હજાર જેટલા આવાસોનું નિર્માણ થયું છે સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સુરેન્દ્રનગરમાં ૧૯ જેટલા MSME એકમો દ્વારા રૂ.૮૫૮ કરોડના અને જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત MSME એકમો દ્વારા અંદાજીત રૂ.૭૦૦ કરોડના MOU કરવામાં આવ્યા છે ડૉ. આંબેડકર આવાસ યોજનામાં ૩૧૭ જેટલાં લાભાર્થીઓને રૂ.૧ કરોડ ૫૦ લાખનો લાભ આપવામાં આવ્યો છે જિલ્લામાં મિશન મંગલમ યોજના અંતર્ગત ૭,૧૧૪ જેટલા સ્વસહાય જુથોને રૂ.૭ કરોડનું રિવોલ્વિંગ ફંડ અને રૂ.૨૧ કરોડ કરતાં વધારેનું કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ચૂકવવામાં આવ્યું છે છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં સહભાગી બનાવીને ‘એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ગુજરાત હંમેશા નવતર પહેલો થકી રાષ્ટ્રને નવી દિશા આપનારું રાજ્ય રહ્યું છે વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે અને સૌના સાથથી સૌનો વિકાસ થાય એ મંત્ર સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયા સહિતનાં મહાનુભાવોના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાનાં વિવિધ વિભાગનાં અધિકારીઓએ ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે જિલ્લાનાં સ્વાતંત્ર્ય સેનાની ઓનાં પરિવારજનોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનાં અંતમાં મંત્રી સહિતના મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીએ લીંબડી તાલુકાના સર્વાંગી વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારીને રૂ.૨૫ લાખનો ચેક એનાયત કર્યો હતો આ પ્રસંગે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ અને મુકતાબેન ડગલી અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસવડા ડૉ.ગીરીશભાઈ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર આર.કે.ઓઝા, લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સહિત રાષ્‍ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્‍થિત રહયા હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!