KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં શ્રીજી વિસર્જન કરવામાં આવ્યું.
તારીખ ૩૦/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં સ્વનિર્મિત ઈકો ફ્રેન્ડલી માટીના શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી . આજરોજ ત્રીજા દિવસે શ્રીજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવી આરતી કરી શાળા પરિસરમાં વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં વિદ્યાર્થીઓ ભક્તિભાવ અને આનંદ સાથે જોડાઈ અન્નકૂટના પ્રસાદ અને આરતીનો લહાવો લીધો હતો.