
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તા.૧૪ નવેમ્બર ૨૦૨૫ ના રોજ શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ના વિદ્યાર્થીઓ એ કોટેજ હોસ્પિટલ માં ‘Diabetes acrose life stages’ થીમ આધારીત વર્લ્ડ ડાયાબિટીસ ડે ની ઉજવણી કરી. વર્લ્ડ ડાયાબિટીસ ડે (World Diabetes Day) દર વર્ષ 14 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ વિદ્યાર્થીઓ દ્વારા લોકોને ડાયાબિટીસની સમસ્યાના વિષયમાં માહિતી આપવામાં આવી હતી અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. આ પ્રસંગે ડાયાબિટીસના અટકવાના, તેમજ વ્યાયામ અને પોષણ વિશેની માહિતી આપી હતી. લોકોએ ને એ પણ શીખવા મળ્યું કે કેવી રીતે કાળજી રાખવી, ખોરાકને કેવી રીતે નિયંત્રિત કરવો અને કયા પરીક્ષણો ક્યારે કરવાના એના વિશે માહિતી આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. કમલેશ સિંહ ઠાકોર સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર સાહેબ, એકેડેમિક ડાયરેક્ટર ટીમસી મેડમ, પ્રિન્સિપાલ દામિની બેન તથા સમગ્ર સ્ટાફ એ પોતાનું યોગદાન આપ્યું હતું.




