વિદ્યાર્થીઓ ઓરીજનલ ડોક્યુમેન્ટ ના આપતા વિવાદ થયો..
પ્રિતેશ પટેલ, વાંસદા
વાત્સલ્યમ્ સમાચાર
વાંસદા તાલુકાના ભીનાર ગામની ખડકાળા ખાતે ચાલતી અને વિવાદો ભૂત સતત ભમતું રહેતી એવી શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સમાં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓને તેમના ઓરિજનલ ડોક્યુમેન્ટ પરત કરવામાં સંચાલકો આડોડાઈ કરતા વિદ્યાર્થીઓએ વાંસદા પોલીસ મથક થી લઈ ઉચ્ચસ્તરીય રજૂઆત કરતા આ ઇન્સ્ટિટ્યૂટ ની પોલમપોલ બહાર આવી જવા પામી છે.
વિદ્યાર્થીઓ પાસેથી મળતી માહિતી મુજબ શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સમાં કેટલાક વિદ્યાર્થીઓએ 2022 ના વર્ષમાં એડમિશન લીધું હતું. ત્યારે આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ પણ લઈ લેવામાં આવ્યા હતા. અને આ સંસ્થા દ્વારા જે ઓરીજનલ ડોક્યુમેન્ટ લેવામાં આવેલ છે તે આજ દિન સુધી વિદ્યાર્થીઓને¨ પરત આપવામાં આવેલ નથી. તેમજ સંચાલકો દ્વારા પણ ગેરવર્તન કરવામાં આવેલ હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીનીએ વાંસદા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી હતી