BHUJGUJARATKUTCH

શક્તિ રુપેણ સંસ્થિતા ” થીમ સાથે સારસ્વતમ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે નવલી નવરાત્રીની ઉલ્લાસભેર ઉજવણી.

21-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- સારસ્વતમ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે આજરોજ નવલી નવરાત્રીના સાતમા નોરતે ” શક્તિ રુપેણ સંસ્થિતા ” થીમ સાથે કન્યા સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ્યને ઉજાગર કરવા ખૂબ જ આનંદ તેમજ ઉલ્લાસભેર મા શક્તિની ઉજવણી કરવામા આવેલ હતી. જેમા શાળાના આચાર્ય શ્રી, સ્ટાફ મિત્રો તેમજ વિધાર્થીઓ દ્વારા સર્વ પ્રથમ મા શારદે તેમજ મા ભારતીની આરતી કરી મા શક્તિની ગરબા રુપે સાધના આરાધના કરવામા આવેલ હતી. જેમા સૌ વિધાર્થીઓએ હર્ષોલ્લાસભેર ભાગ લીધેલ હતો. પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિધાર્થી બહેનો 1.આયર નીલમ હીરજી,2.આયર કોમલ માવજી,3. દામા વંશિકા મોહન અને ભાઇઓ 1.વાઘેલા કરણસિંહ જાલુભા, 2.આયર મુકેશ સામજી, 3.ભાનુશાલી અમનને આચાર્ય શ્રી ડૉ વિ.એમ.ચૌધરી સાહેબ દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામા આવેલ હતા તેમજ સ્ટાફ મિત્રો દ્વારા સાત અન્ય વિધાર્થીઓને આશ્વાસન રૂપે રોકડ પુરસ્કાર આપવામા આવેલ હતા. શાળાની શિક્ષકા બહેનો ભૂમિબેન વોરા, અલ્પાબેન ગોસ્વામી તેમજ આશાબેન પટેલના માગૅદશૅન હેઠળ વિધાર્થીઓ માટે આકર્ષણના કેન્દ્ર રૂપ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામા આવેલ હતો. શાળા પરિવાર દ્વારા સૌ માટે પ્રસાદનુ આયોજન કરવામા આવેલ હતુ. આ કાયૅક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રીની પ્રેરણાથી શિક્ષક મિત્રો બાબુભાઈ પરમાર, અલ્પેશભાઈ જાની, રમેશભાઈ ડાભી તેમજ કિશનભાઇ પટેલે જહેમત ઉઠાવેલ હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!