શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (બારપરગણા) સુરત દ્વારા ૧૪ મો ઈનામ વિતરણ તથા સ્નેહમિલન સમારોહ યોજાયો…
રજવાડી પાર્ટી પ્લોટ વેડગામ સુરત ખાતે ૧૪ મો ઈનામ વિતરણ તથા સ્નેહમિલન સમારોહ

શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (બારપરગણા) સુરત દ્વારા ૧૪ મો ઈનામ વિતરણ તથા સ્નેહમિલન સમારોહ યોજાયો…
સુરતની પાવન ધરા ઉપર વર્ષો પહેલા ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બારપરગણાના ભાઈઓએ ધંધાર્થે વસવાટ કર્યો હતો.ધંધાની સાથે સાથે બાળકો ના ઘડતરની ચિંતા કરી પ્રજાપતિના ભાઈઓ ભેગા મળી શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (બારપરગણા) મંડળની રચના કરી અનેક સેવાકીય કર્યોની શરૂઆત કરી. મંડળની રચના કરી બાળકોને તથા પ્રજાપતિ સમાજને એક સમિયાણાં નીચે દરવર્ષે એકત્રિત કરી ઈનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ આયોજન કરવા લાગ્યા આજે ૧૪ વર્ષે રજવાડી પાર્ટી પ્લોટ વેડગામ સુરત ખાતે ૧૪ મો ઈનામ વિતરણ તથા સ્નેહમિલન સમારોહ ભોજન દાતા તથા સમારંભના પ્રમુખ પ્રજાપતિ મનસુખભાઈ ગાંડાભાઈ (સરવાલ),ઉદ્ધઘાટક પૂર્વ પ્રમુખ લીલાભાઈ ધુડાભાઈ, દાનવીરદાતા સમાજના પ્રમુખ પ્રજાપતિ ભીમજીભાઈ ગગાભાઈની ઉપસ્થિતિમાં આજ રોજ તા.૨૯/૧૨/૨૦૨૪ ને રવિવારના રોજ યોજાયો હતો. દીપ પ્રાગટય કરી બાળાઓએ સ્વાગત ગીત દ્વારા મંત્રી દિનેશભાઈ પ્રજાપતિ એ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.ઉપસ્થિત મહેમાનોનું ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી મંડળ દ્વારા સન્માન કર્યું હતું.દરેક વિધાર્થીઓને પ્રજાપતિ ભારતીબેન જીતેન્દ્રભાઈ તરફથી ઈનામ આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ફાર્મ હાઉસના ભાડાના દાતા ઉપ પ્રમુખ મનસુખભાઈ ડી.પ્રજાપતિ કોલીવાડા,પ્રજાપતિ મધુબેન કાનજીભાઈ એકલવા, સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા પ્રજાપતિ પાર્વતીબેન જગમાલભાઈ હસ્તે મંત્રી દિનેશભાઈ/પ્રહલાદભાઈ, આરતીના દાતા ગં.સ્વ. શારદાબેન ડી.પ્રજાપતિ, આમત્રંણ પત્રિકાના દાતા પ્રજાપતિ નર્મદાબેન શીવાભાઈ ભૂતિયાવાસણા સહિત અનેક દાતાઓએ દાન આપી સહભાગી થયા હતા.શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ, મંત્રી વાલાભાઈ પ્રજાપતિ રાજપુર,દિલીપભાઈ પી. પ્રજાપતિ આણંદ,સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના બ. કાં.જિલ્લા મંત્રી રમેશભાઈ પ્રજાપતિ રાજપુર,થરા શહેર ભાજપ ઉપ પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ થરા,શ્રી ગુર્જર યુવક મંડળ બારગોળ કડીના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ કડી,શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના પ્રમુખ બચુભાઈ એચ.પ્રજાપતિ વકીલ,શ્રી સમાલ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ વીરચંદભાઈ એમ. પ્રજાપતિ ભીલડી, શ્રી વઢિયારી પ્રજાપતિ મહિલા વિકાસ મંડળ મહેસાણાના પ્રમુખ ભગવતીબેન પ્રજાપતિ,નિમેષભાઈ ઓઝા, સહિત શ્રી બાર પરગણા પ્રજાપતિ સમાજ સુરત માંથી વિશાળ સંખ્યામાં ભાઈઓ -બહેનો,બાળકો ભોજન પ્રસાદ સાથે લીધો હતો.આગામી ૧૫ અને ૧૬ મો ઈનામ વિતરણના દાતાઓની નોંધણી થતા સભા મંડપ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.સમગ્ર કાર્યક્રમ નું સ્ટેજ સંચાલન ડૉ.સુરેશભાઈ ઓઝાએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦






