BHACHAUGUJARATKUTCH

શ્રી ઢેબર સર્વ સેવા વિકાસ મંડળ અંજાર સંચાલિત શૈક્ષણિક સંકુલમાં ૭૫માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર કચ્છ તા-૨૮,જાન્યુ : શ્રી ઢેબર સર્વ સેવા વિકાસ મંડળ અંજાર સંચાલિત શૈક્ષણિક સંકુલમાં ૭૫માં પ્રજાસતાક દિનની ઉજવણી સંસ્થા ના પ્રમુખ શ્રી હિરાભાઈ દેવાભાઈ રબારી તથા ટ્રસ્ટીઓ અને સમાજનાં આગેવાનોની હાજરીમાં ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો ત્યારબાદ સાસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત શાળાની વિધાર્થીનીઓએ પ્રાર્થના દ્વારા કરવામાં આવી અને આવેલા મહેમાનોનું શાળાની નાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાનાં બાળકો દ્વારા કાર્યક્રમમાં બાળગીતો,રાસ –ગરબા,દેશભકિત ગીતો તેમજ આપણા દેશના ઘડવૈયાના જીવન ચરિત્રની સ્પીચ રજુ કરવામાં આવી હતી.તેમજ અલગ અલગ પિરામિડ રજુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં સંસ્થાના પ્રમુખ આદરણીયશ્રી હિરાભાઈ દેવાભાઇ રબારીએ આપણા દેશ માટે બલિદાન આપનારા વીર પુરુષો તેમજ આઝાદીના ધડવૈયાને યાદ કર્યા હતા આ પ્રસંગે રબારી ભુરાભાઈ, અરજણભાઈ રબારી, જેસંગભાઈ રબારી,રબારી મશરૂભાઈ,રબારી આંબાભાઈ, રબારી કરણાભાઈ, રબારી ગોકળભાઈ, રબારી કરસનભાઈ રબારી સોમાભાઈ વગેરે પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.આ કાર્યક્રમમાં સંસ્થાના વિકાસમાં હરહંમેશ સેવા આપનાર સમાજના વડીલો એવા રબારી અરજણભાઈ -ઝરુ, રબારી ભુરાભાઈ-ટપ્પર, રબારી હમીરભાઇ-કોટડા, રબારી જેસંગભાઈ-મોડવદર નું સંસ્થા તથા ઢેબર રબારી સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સંસ્થા માં ચાલતી સેલિબ્રેટ વિથ સમાજ યોજનામાં મહત્વનો ભાગ ભજવનાર રબારી વિરમભાઈ નું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.સમાજમાં રક્તદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કરી યુવાનોને રક્તદાન તરફ દોરવામાં જેમની ખાસ મહેનત છે એવા રબારી અભુભાઇનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરેલ વિદ્યાર્થીઓ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અને રમત ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને મહેનત કરાવનાર અને માર્ગદર્શન આપનાર શાળાના શિક્ષક શ્રી અધુભાઈ રબારીનુ શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હું જોઉં છુંNCC ના વિદ્યાર્થીઓ ને પણ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને દાતાઓ રબારી હીરાભાઈ – ટપ્પર,રબારી ભુરાભાઈ –ટપ્પર,રબારી હમીરભાઈ—કોટડા, રબારી અરજણભાઈ –ઝરૂ, રોઝ કાંતિભાઈ-અંજાર,રબારી કરણાભાઈ- મીંદિયાળા ,રબારી આંબાભાઈ–વરસામેડી,રબારી મશરૂભાઈ–મારીંગણા, રબારી કરશનભાઈ ખારાપસવારીયા, રબારી જેસંગભાઈ – મોડસર, રબારી ભીખાભાઈ – ભારાપર, રબારી ગોકળભાઈ – ખોખરાતથા સમાજના યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે શાળાના વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા વિવિધ ઈનામો રબારી મેધાભાઈ,દેસાઈ જયકુમાર,રબારી રાયમલ દ્વારા વિધાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા તેમજ દાતાઓએ રોકડ ઈનામ આપી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરીયા હતા આ પ્રસંગે શાળાના બાળકોએ સુંદર કાર્યક્રમો અને રમત ગમતના દાવો રજુ કરેલ હતા શાળાના સ્ટાફ પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!