GUJARATKUTCHMANDAVI

સન ૧૯૭૧ની લડાઈમાં વિરાંગનાં પદથી સન્માનિત,  માધાપરના કાંતાબેન હિરજી જેઠા દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સહયોગ આપી દેશભક્તિની ઉદાત ભાવના બતાવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી,તા-15 મે : માતૃભૂમિનાં રક્ષણ માટે સરહદોનું રખોપું કરતા આપણા શુરવીર જવાનોની સેવાનું તો કોઈ મુલ્ય આકી શકાય નહિ અને હાલમાં દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું અને તેવા કપરા સમયે પણ ભારતીય સેનાનાં શુરવીર જવાનોએ પોતાના અદમ્ય સાહસ અને બહાદુરીનો પરચો દુશ્મનોને બતાવી દીધો હતો તેનાથી સૌ નાગરિકો સારી રીતે વાકેફ છે. આવી વિષમ પરિસ્થિતિ અને કઠિન પરિબળો વચ્ચે દેશનાં સિમાળાઓ પર ફરજ બજાવતા દેશના જવાનોની બહાદુરી અને સાહસને બિરદાવવી તે પણ દેશના નાગરિકની નૈતિક ફરજ છે તેવા ઉચ્ચ આદર્શો ધરાવતા અને સન ૧૯૭૧ની લડાઈમાં ચાલુ યુધ્દ્ધ દરમ્યાન પોતાનાં જીવની સહેજ પણ પરવા કર્યા વગર રાષ્ટ્ર સુરક્ષાના હેતુથી ભુજ એરફોર્સ ની હવાઈ પટ્ટીનું  સમાર કામ કરી ચૂકેલ અને તે અંગેના વિવિધ સન્માનથી સન્માનિત એવા માધાપરના રહેવાસી કાંતાબેન હિરજી જેઠા વોરા તરફથી સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. ૫૧,૦૦૦/- (રૂપિયા એકાવન હજાર) નું માતબર ફંડ આપવામાં આવ્યું હતું અને આપણી સશસ્ત્ર સેનાઓનો આભાર વ્યક્ત કરી સેનાની સેવાઓને બિરદાવેલ હતી. હીરજી જેઠા વોરા પરિવારના આ સહયોગ માટે કચેરીના અધિકારી શ્રી હિરેન લીમ્બાચિયાએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ નાં પ્રમુખ અને કલેકટર, ભુજ તરફથી તેઓનો આભાર વ્યક્ત કરેલ અને સૈનિક કલ્યાણની વિવિધ કલ્યાણકારી યોજનાઓને હજુ વધુ વિસ્તૃત અને લાભકારી કરી શકાય તે માટે સશસ્ત્ર સેના ધ્વજ દિવસમાં ફાળો આપવા જીલ્લાના નાગરિકોને  અનુરોધ કરેલ હતો.આ ફાળો જિલ્લાના નાગરિકો, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રરૂમ.નં-૧૪,બહુમાળીભવન,ભુજ ,(ફોન ૦૨૮૩૨-૨૨૧૦૮૫) ખાતે રૂબરૂમાં રોકડ,ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટ, થી ”કલેકટર અને પ્રમુખશ્રી, આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજ” સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા મારફતે પણ જમા કરાવી શકો છો તેમ વધુમાં જણાવેલ.

 

Back to top button
error: Content is protected !!