GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગરના લિંબડી ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો.

તા.25/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લા વિકાસ અધિકારી પી એન મકવાણા અને અધિક નિવાસી કલેકટર આર કે ઓઝાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું.

સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના 75 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને લિંબડી ખાતે સવારે 09 કલાકે યોજાનાર છે જે અંતર્ગત આજરોજ જિલ્લા વિકાસ અધિકારી પી એન મકવાણા અને અધિક નિવાસી કલેકટર આર કે ઓઝાની ઉપસ્થિતિમાં હેલીપેડ ગ્રાઉન્ડ, તાલુકા સેવાસદનની બાજુમાં લીંબડી ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું જેમાં જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં આ રિહર્સલમાં સ્ટેજ બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, સાઉન્ડ, ટેબ્લોનું નિર્દેશન સહિતની વ્યવસ્થાઓનું જિલ્લા વિકાસ અધિકારી પી એન મકવાણા અને અધિક નિવાસી કલેકટર આર કે ઓઝાએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું તેમજ સ્થળ પર જ સંલગ્ન અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી વિવિધ સૂચનો કર્યા હતા આ રિહર્સલમાં લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!