GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર સહિતના અધિકારીએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી

તા.30/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

૩૦મી જાન્યુઆરી-શહીદ દિન, શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર શહીદો પ્રત્યે ઋણ અદા કરવા તથા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે શહીદ દિને દેશભરમાં મૌન પાળવામાં આવ્યું હતું જે અંતર્ગત આજે રાજ્યભરમાં સવારે ૧૧.૦૦ થી ૧૧.૦૨ સુધી મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા કલેકટર કે.સી. સંપટ, નિવાસી અધિક કલેકટર એમ.એન.ઓઝા તેમજ વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી આ ઉપરાંત જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી.એન. મકવાણા સહિત વિવિધ શાખાના અધિકારી કર્મચારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી તદઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી, જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી, તોલમાપ કચેરી, જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, સુરેન્દ્રનગર શહેર મામલતદાર કચેરી, ધ્રાંગધ્રા મામલતદાર કચેરી, પાટડી મામલતદાર કચેરી, ચુડા મામલતદાર કચેરી, લખતર મામલતદાર કચેરી અને પાટડી તાલુકા પંચાયત કચેરી સહિતની વિવિધ કચેરીઓ ખાતે અધિકારી કર્મચારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!