DHRANGADHRAGUJARATSURENDRANAGAR

સુરેન્દ્રનગર બેઠકના સાંસદનો હળવદમા અભિવાદન સમારોહ યોજાયો.

તા.21/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મોરબી જિલ્લાના હળવદમાં આજે સુરેન્દ્રનગર બેઠકના સાંસદ ચંદુભાઈ સિહોરાનો અભિવાદન સમારોહ અને સાથોસાથ કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર વિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકીય આગેવાનો પાર્ટીના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ત્યારે સાંસદે તેઓના મતવિસ્તારમાં રેલ્વે, ઓવરબ્રિજ, મીઠા ઉદ્યોગ, ખેતીવાડી સહિતના જે કોઈ પ્રશ્ર્ન છે તેના ઉકેલ માટે આગામી પાંચ વર્ષ માટે તેઓ કાર્યરત રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી તો આ કાર્યક્રમમાં હાજર રહેલા જિલ્લા ભાજપના પ્રમુખે ચૂંટણી દરમિયાન જે લોકો સાથે હતા તેને સાથે રાખવાના અને જે લોકો સામે હતા તેને પાંચ વર્ષ સામે રાખવાના તેવી માર્મીક ટકોર કરી હતી લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ સુરેન્દ્રનગર બેઠકના વિજેતા સાંસદ અને હળવદ તાલુકાના કેદારીયા ગામના રહેવાસી ચંદુભાઈ સિહોરાનો આજે હળવદમાં આવેલ આગમન પાર્ટી પ્લોટ ખાતે અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો સાથોસાથ કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર વિધિનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં સાંસદ ચંદુભાઈ સિહોરા ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં વિજયની હેટ્રિક લગાવનાર કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા તેમજ બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશ વરમોરા સહિતના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અંતમાં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયેલા મોરબી જિલ્લા ભાજપના મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરાએ મતદારો અને ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે લોકોએ ચૂંટણીમાં જે રીતે લાગણીને પ્રેમ મતરૂપે વર્ષાવ્યો છે તે હું ક્યારેય ભુલીશ નહીં અને આગામી પાંચ વર્ષ દરમિયાન રેલ્વે, કૃષિ, મીઠા ઉદ્યોગ, ઓવરબ્રિજ સહિતના જે કોઈ પ્રશ્નો છે તે પ્રશ્નોનો વહેલા વહેલી તરીકે નિવારણ આવે અને લોકોને સુવિધામાં વધારો થાય તેવી કામગીરી હર હંમેશ મારા દ્વારા કરવામાં આવશે અને ભાજપના કાર્યકર્તાઓ સહિતનાઓ લોકો માટે મારા દરવાજા હર હંમેશ ખુલ્લા છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!