
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૧૭ માર્ચ : સ્વર્ગસ્થ શ્રીમાન પ્રેમજી પુંજાભાઈ નિસર જેવો મૂળ લાકડીયાના વતની અને હાલે મુંબઈ નિવાસી છે તેઓનો સ્વર્ગવાસ તારીખ 14-3-2026 ના રોજ થયેલ છે. કહેવાયું છે કે, “માણસ હંમેશા એના કર્મોથી મહાન બને છે.” તેમ વાગડના વિરલા પ્રેમજીભાઈ ખૂબ જ સેવાભાવી માણસ જેઓને મુંબઈ જઈને કોઈ પણ વ્યક્તિ સંપર્ક કરે તો તરત જ જે પ્રકારની મદદની જરૂરત હોય તેના માટે હંમેશા તત્પર રહેતા તેઓ દ્વારા ખૂબ સમાજના કાર્યો કરવામાં આવ્યા છે. તેમના પેગોડા કંપનીનો સુંદર સમય હતો ત્યારે અનેક દુકાનો અને મોલના એમને ઉદઘાટન કરેલા છે. રાજકીય રીતે પણ એમણે ખૂબ સારી એવી નામના મુંબઈ મહાનગરપાલિકામાં ધરાવે છે. પણ એમના ખૂબ સારા સંબંધો મહારાષ્ટ્ર પોલીસ અને અન્ય જગ્યાએ રહ્યા છે સામાજિક સંસ્થાઓમાં અનેક જગ્યાએ એમનું યોગદાન સહયોગ રહ્યો છે. ભચાઉ સ્થિત શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થામાં તેઓએ એક પાયાના કાર્યકર તરીકે કામ કર્યું છે જે તેઓના નામથી આજે માતૃશ્રી ભમીબેન પ્રેમજી પુંજાભાઈ નિસર માધ્યમિક શાળાનું નામ પણ આપવામાં આવેલું છે. તદુપરાંત હમણાં જ સમગ્ર ગુજરાતમાં અને ગુજરાત બહાર દિવ્યાંગોને જે સાધનની સહાય આપવામાં આવે છે તેમાં પણ તેઓએ પોતાનું નામ શ્રી માતૃશ્રી માતૃશ્રી ભમીબેન પ્રેમજી પુંજાભાઈ ની સર રિહેબિલિટેશન સેન્ટર આપેલ છે. આમ આ મારી જાણ ની વાત છે આવા તો અનેક સંસ્થાઓમાં તેઓ હોદ્દા પર રહી અને સમાજસેવાના ખૂબ કાર્યો કર્યા છે. આ દિવ્ય આત્મા જ્યાં પણ હોય તેમના જીવને શાંતિ આપે એમના તમામ પુત્રો ભાઈ શ્રી રસિકભાઈ રતનસિંહભાઈ અને મનસુખભાઈની પણ ખૂબ સમાજ સેવા રહી છે આભાર..
સંસ્થાઓ – 1. શ્રી વાગડ નિસર પરિવાર – ભચાઉ,
2. રવજી લાલજી છાડવા – ભચાઉ,
3. કચ્છ પેસેન્જર એશોશીએશન – દાદર,
4. The Bombay Grant Dealers Association,
5. શ્રી વર્ધમાન જૈન શ્રાવક સંઘ – દાદર,
6. શ્રી લોઅર પરેલ જૈન સંઘ – લોઅર પરેલ મુંબઈ
7. બૃહદ ગુજરાતી સમાજ,
8. માટુંગા ગુજરાતી સેવા મંડળ,
9. લાયન્સ ક્લબ ઓફ માંડવી,
10. વાગડ વિકાસ સમાજ
11. શ્રી નવજીવન વિકલાંગ સ્કૂલ – ભચાઉ,
12. દાદર મર્ચન્ટ એશોશીએશન,
13. તીથલ એજ્યુકેશન,
14. વાગડ વિશા ઓશવાળ ફાઉન્ડેશન ટ્રસ્ટ,
15. કચ્છ ભારતી




