GUJARATHIMATNAGARSABARKANTHA

હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર

 

હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનશ્રી નો વર્ચ્યુઅલ કાર્યક્રમ વિદ્યાર્થીઓએ નિહાળ્યો

ચિંતા મુક્ત બનીને પરીક્ષા આપો, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉન ખાતે સાંસદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સાતમો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી એ જણાવ્યું હતું કે, પરીક્ષા એ જીવનનો ભાગ છે બોર્ડની પરીક્ષાઓ તેનું પ્રથમ પગથિયું છે. દરેક માતા-પિતા પોતાના બાળકો શ્રેષ્ઠ પદ ધારણ કરે તેવું સ્વપ્ન જોવે છે. આ સ્વપ્નને પૂર્ણ કરવાની જવાબદારી વિદ્યાર્થીઓની હોય છે. જેથી વિદ્યાર્થીઓ ઉપર સફળતા માટેનું ભરણ આવે છે. અહીં આપણે આને ભારણ તરીકે નહીં પરંતુ તેની સારી રીતે લઈ સખત મહેનત દ્વારા સફળતા મેળવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. મહેનતનો કોઈ જ વિકલ્પ નથી. આપણા વડાપ્રધાન શ્રી એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ દિવસના 18 કલાકથી વધુ કામ કરીને આજે આપણા દેશને નવી ઉંચાઈ ઉપર લઈ જઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જણાવ્યું હતું કે, આપણું ભવિષ્ય આપણા હાથમાં હોય છે. વડાપ્રધાન શ્રી એ વિદ્યાર્થીઓને પરીક્ષાઓની ચિંતા માંથી મુક્ત કરવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરી છે. વિદ્યાર્થીઓ ભારતનું ભાવિ છે તેથી સર્વે વિદ્યાર્થીઓ પરીક્ષાની ચિંતાથી મુક્ત બની સખત મહેનત કરી સફળ થવા માટે પ્રયત્નશીલ બને.

આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાએ પ્રસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને પરીક્ષાથી ચિંતામુક્ત બને, શાંતિથી અને દ્રઢ સંકલ્પ સાથે પરીક્ષાની તૈયારી કરવા માટે અને સફળ થવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્લા સમાહર્તા શ્રી નૈમેષ દવેએ જણાવ્યું હતું કે, સખત મહેનત નો કોઈ વિકલ્પ નથી. સફળતા માટે મહેનત એક માત્ર વિકલ્પ છે. માટે ચિંતા મુક્ત બનીને પરીક્ષાઓની તૈયારી કરી ભવિષ્યમાં આવનારી તમામ પરીક્ષાઓમાં સફળ બનો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ વિદ્યાર્થીઓએ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ઉપાધ્યાય, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી નિનામા,જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ઉપાધ્યાય, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની સાથે તાલુકા કક્ષાએ તેમજ જીલ્લાની તમામ શાળાઓમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!