GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જેપુર ગામે પાંચ મકાનમા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:એક ઈસમ ઝડપાયો

 

MORBI:મોરબીના જેપુર ગામે પાંચ મકાનમા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:એક ઈસમ ઝડપાયો

 

 

મોરબી તાલુકાના જેપુર ગામે પાંચ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર મધ્યપ્રદેશના આંતરરાજય આદીવાસી ગેંગના એક આરોપીને રોકડા રૂપીયા-૧,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.


મોરબી તાલુકાના જેપુર ગામે થોડા દિવસ પહેલા કુવરજીભાઇ મહાદેવભાઇ કાવઠીયાના તથા અલગ અલગ કુલ-૦૪ મકાનમાં કોઇ અજાણ્યા ઇસમોએ મકાનના દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ગુનો આચરેલ હોય જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજિસ્ટર થયેલ હોય છે.
મોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડી પાડવા તથા મુદામાલ હસ્તગત કરવા માટે પ્રયત્નો હાથ ધરેલ હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબીના જેપુર ગામે પાંચ મકાનમાં ચોરીના ગુનાને અજામ આપનાર આરોપીઓ પૈકી રેમસીંગનામનો એક આરોપી હાલે ટંકારા તાલુકાના ટોળ ગામની સીમમાં આવેલ રીયાસત અબ્દુલભાઇ બાદીની વાડીમાં હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે તુરંતજ એ જગ્યાએ તપાસ કરતા આરોપી રેમસીંગ સોરેસીંગ ઉર્ફે સોરસીંગ વેરસીંગ સીંગાડ ઉ.વ. ૨૨ રહે. હાલ ટોળ ગામની સીમ રીયાસત અબ્દુલભાઇ બાદીની વાડીમાં તા.ટંકારા જી.મોરબી મુળ ગામ કાકડવા તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશવાળો મળી આવતા જેની ગુના સબંધી પુછપરછ કરતા પોતે આ ગુનો પોતાના મિત્રો સાથે મળી આચરેલાની કબુલાત આપતા ઇસમ પાસેથી ચોરીના ગુનાના મુદામાલ પૈકીના રોકડા રૂપીયા- ૧,૫૦,૦૦૦/- મળી આવતા કબજે કરી આરોપીને ચોરીના ગુન્હામાં અટક કરી આગળની તપાસ અર્થે મોરબી તાલકુા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Back to top button
error: Content is protected !!