AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ભારતીય વિદ્યા ભવન અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘સીમાંતે’ નાટકનું ભવ્ય મંચન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

ભારતીય વિદ્યા ભવન અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના કલ્ચરલ આઉટરીચના 116માં કાર્યક્રમ અંતર્ગત ‘સીમાંતે’ હિન્દી નાટક ભવન્સ કોલેજ, ખાનપુર ખાતે 11 ફેબ્રુઆરી 2025ના રોજ મંચિત કરવામાં આવ્યું.

ક્રિએટીકા થિયેટર હબ, સિદ્ધપુરની ટીમ દ્વારા પ્રસ્તુત આ નાટકનું લેખન જ્યોતિ વૈદ્યએ કર્યું હતું, જ્યારે દિગ્દર્શન યાજ્ઞિક ચૌહાણે સંભાળ્યું હતું. રાષ્ટ્રભક્તિ અને ‘વસુધૈવ કુટુંબકમ્’નો મજબૂત સંદેશ આપતા આ નાટકની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. તેમજ નૃત્યાંગના ધાર વનેરાએ શિવ રુદ્રાષ્ટકમ્ પર નૃત્ય આરાધના કરી હતી.

નાટકની વાર્તા બે સૈનિકોની આસપાસ ગૂંથાઈ છે, જેઓને સજાના ભાગરૂપે એક એવી છાવણીમાં મોકલવામાં આવે છે, જેનો કોઈ મહત્વ નથી. અહીંથી તેમની જિંદગીમાં દેશપ્રેમ, મિત્રતા, પારિવારિક સંઘર્ષ અને ફરજની અદ્ભુત મિશ્રણયાત્રા શરૂ થાય છે. નાટકમાં લશ્કરી જીવનની વિવિધ સંસ્કૃતિઓનું શ્રેષ્ઠ વર્ણન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં નાટ્યરસિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને નાટકને ઉત્કૃષ્ટ પ્રતિસાદ આપ્યો.

Back to top button
error: Content is protected !!