
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
અદાણી ફાઉન્ડેશન દ્વારા નવીનાળ ગામના સર્વાંગી વિકાસ માટે રૂ. 1 કરોડના પ્રકલ્પોનું આયોજન
* નવીનાળને ‘સંપૂર્ણ સોલાર વિલેજ’ અને ‘મોડેલ વિલેજ’ બનાવવાની શ્રી રક્ષિતભાઈ શાહની જાહેરાત
* ગામના તમામ સમાજો માટે કમ્યુનિટિ ઇન્ફ્રાસ્ટ્રકચર શેડનું નિર્માણ શરૂ: 900થી વધુ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ભવ્ય સામૈયું
નવીનાળ (કચ્છ), 12 જાન્યુઆરી 2026:
અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ કોપરના CER (કોર્પોરેટ એન્વાયરમેન્ટ રિસ્પોન્સિબિલિટી) બજેટ હેઠળ નવીનાળ ગામમાં આશરે 1 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સામાજિક વિકાસના કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગામના વિવિધ જ્ઞાતિ-સમાજો અને ધાર્મિક સ્થળોએ આધુનિક કમ્યુનિટિ ઇન્ફ્રાસ્ટ્રકચર શેડનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અદાણી પોર્ટસના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહનું ગ્રામજનો દ્વારા ઢોલ-શરણાઈ અને ફૂલવર્ષા સાથે ભવ્ય સામૈયું કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી રક્ષિતભાઈ શાહે નવીનાળ ગામને ‘સંપૂર્ણ સોલાર વિલેજ’ (સૌર ઉર્જા સંચાલિત ગામ) તરીકે વિકસાવવાની અને ‘મોડેલ વિલેજ’ યોજના હેઠળ અન્ય માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની મહત્વની જાહેરાત કરી હતી. તેમણે ગ્રામજનોને આહ્વાન કર્યું હતું કે તેઓ કંપની સાથે સીધા જ જોડાઈને વિકાસ કાર્યોમાં સહભાગી બને જેથી સ્થાનિક જરૂરિયાતો મુજબના પ્રોજેક્ટ્સનો લાંબાગાળાનો લાભ મળી શકે. તેમણે ઉમેર્યું કે ફાઉન્ડેશન દરેક વ્યક્તિના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા કટિબદ્ધ છે.
આ પ્રોજેક્ટ હેઠળ ગઢવી સમાજ, શંકર મંદિર, માજીસા મંદિર, મહેશ્વરી સમાજ સ્મશાન, ચાવડા સમાજ, દરબારગઢ જાડેજા સમાજ, આશાપુરા મા મંદિર, મુસ્લિમ સમાજ, આશાબાપીર દરગાહ, જેસલપીર દાદા મંદિર અને દેવીપૂજક સમાજ ખાતે શેડનું નિર્માણ શરૂ કરાયું છે. આ શેડ્સ મજબૂત ફ્લોરિંગ અને આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવશે જેનો ઉપયોગ સામાજિક પ્રસંગો, ધાર્મિક વિધિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગ્રામીણ બેઠકો માટે તમામ ઋતુઓમાં થઈ શકશે. આ નિર્માણ કાર્યમાં સ્થાનિક લોકોને રોજગારી પણ આપવામાં આવશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત માજી સરપંચ નટુભા જાડેજા, માજી ઉપ-સરપંચ ફકીર-મામદ સમેજા અને તાલુકા પંચાયત સદસ્ય ભરતસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ કંપનીના કાર્યોને બિરદાવ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપના આગમનથી ગામમાં રોજગારી વધી છે માળખાકીય સુવિધાઓ સુધરી છે અને ગામનું સ્થળાંતર અટક્યું છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરસનભાઇ ગઢવી (અદાણી ફાઉન્ડેશન) અને વાલજીભાઇ ગઢવીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ શ્રી ક્રિપાલસિંહ જાડેજાએ કરી હતી. અદાણી ફાઉન્ડેશન વર્ષ 1996થી મુંદ્રા વિસ્તારમાં “Growth with Goodness” ના સૂત્ર સાથે શિક્ષણ, આરોગ્ય અને આજીવિકા ક્ષેત્રે કાર્યરત છે જેની પ્રતીતિ નવીનાળ ગામના આ વિકાસલક્ષી કાર્યોમાં જોવા મળી રહી છે.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




