BHILODAGUJARAT

ભિલોડા વિસ્તારમાં ખુલ્લેઆમ વરઘોડામાં દારૂ વહેંચાયો, યુવક માથે દારૂની પેટી લઈને નાચ્યો વિડિઓ થયો વાયરલ, સ્થાનિક પોલિસ સામે અનેક સવાલો 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

ભિલોડા વિસ્તારમાં ખુલ્લેઆમ વરઘોડામાં દારૂ વહેંચાયો, યુવક માથે દારૂની પેટી લઈને નાચ્યો વિડિઓ થયો વાયરલ, સ્થાનિક પોલિસ સામે અનેક સવાલો

ભિલોડામાં વરઘોડામાં ખુલ્લેઆમ દારૂ વહેંચતો વિડિઓ વાયરલ થતાં ભિલોડા પોલીસની કામગીરીના ધજાગરા ઉડતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે આ પહેલા પણ કેટલાક જાગૃત નાગરિકો તેમજ સોશિયલ મીડિયા મારફતે ભિલોડામાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી હોવાના વિડિઓ સાથે રજૂઆત પણ કરવામાં આવી છે છતાં કોઈક કાર્યવાહી ના થતા દિવસે દિવસે દારૂનું દૂષણ વધતું હોય તેવો ઘાટ સર્જાતો જોવા મળી રહ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વરઘોડામાં એક યુવક દારૂની બોટલનું આખુ બોક્સ માથે મૂકી ડાન્સ કરી રહ્યો છે અને બીજી બાજુ વરરાજા આ બોક્સ હાથમાં લે છે અને દારૂની ખુલ્લેઆમ બોટલ લેવા લોકોની પડાપડી થતી હોય તેવું વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે આ વિડિઓ ભિલોડાના રીંટોડા વિસ્તારનો હોવાનું અનુમાન થઈ રહયું છે વાયરલ વિડિઓની પૃષ્ટિ વાત્સલ્યમ સમાચાર કરતુ નથી આ વિડિઓ જોતા ભિલોડા પંથકમ દારૂબંધીના ધજાગરા જોવા મળી રહ્યા છે લગ્ન પ્રસંગમાં ખુલ્લેઆમ દારૂ વહેંચતો વિડિઓ વાયરલ થતા સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે .હાલ તો વાયરલ વિડિઓ ને લઇ LCB પોલીસે તપાસ હાથ ધરી છે

 

બીજી તરફ ભિલોડામાં જે તે વિસ્તારના નામ સહિત સ્થાનિક પોલીસ સામે દારૂની હેરાફેરીના આક્ષેપો ને લઈ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત અરજી આપવામાં આવી હતી જેમાં બે કર્મચારી અને પોલીસ અધિકારી ના નામ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ બાબતે અરવલ્લી જિલ્લા પોલીસ વડા ધ્વાર તપાસ સોંપવામાં પણ આવી હતી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા ફરી થી એક વાર ભિલોડા વિસ્તારમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા ખુલ્લે આમ દારૂની બોટલ વહેંચતો વિડિઓ વાયરલ થતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે

Back to top button
error: Content is protected !!