GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સારલોટની ગુજરાતી શાળા માટે ૧૩ લાખનું દાન

તા.11/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સારલોટ ગુજરાતી સમાજના નેજા નીચે વ્રતગઢ પુરધામ એટલે કે વડતાલ તાબાનાં શ્રી સ્વામિનારાયણ મંદિરના હોલમાં સારલોટના તમામ ધર્મના ગુજરાતી બાળકોને ગુજરાતી અને સંસ્કૃત ભાષાનું શિક્ષણ મળે તેમજ આપણાં સનાતન ધર્મના સંસ્કાર મળે એ માટે વર્ગખંડના બાંધકામ નિમિત્તે જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમનું આયોજન થયું હતું શ્રી વિમલભાઈ પટેલ શ્રી નિમિષભાઈ ભટ્ટ , ગુજરાતી સમાજનાં પ્રમુખ શ્રીમતી બેલાબહેન શાહ તેમજ મંદિરના ટ્રસ્ટીઓ શ્રી રમેશભાઈ ધાનાણી તેમજ શ્રી દુલાભાઈ મેંદપરા તેમજ અન્ય આગેવાનોના સહયોગથી આશરે અઢીસો જેટલાં વિવિધ ધર્મનાં ગુજરાતીઓ એકત્ર થયાં હતા અને તમામ ખર્ચ બાદ કરતાં આશરે ૧૫૦૦૦ અમેરીકન ડોલર એટલે કે ભારતના આશરે ૧૩,૦૦,૦૦૦ રુપિયા જેવી રકમ આ શાળાનાં વર્ગખંડ માટે એકત્ર થઈ હતી જગદીશ ત્રિવેદીને એકપણ રૂપિયો લેવાનો નહોતો છતાં ગુજરાતી સમાજ તરફથી રાજીખુશીથી એમનાં સેવાયજ્ઞ માટે ૧૫૦૧ ડોલર એટલે આશરે ૧,૩૧,૦૦૦ આપવામાં આવ્યા જે મહીસાગર જીલ્લાનાં સંતરામપુર તાલુકાના ખેડાપા ગામમાં આદીવાસી બાળકો માટે ચણાઈ રહેલી સરકારી શાળામાં ખર્ચ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!