GUJARATSAYLASURENDRANAGAR

સાયલા પાસે નિર્મિત ૪૦૦ કે.વી. સબ સ્ટેશનથી સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ હજાર લોકોને થશે લાભ

રાજકોટ, અમરેલી, ભાવનગર પંથકમાં બનેલા ૬૬ કે.વી.ના વિવિધ ૧૦ સબ સ્ટેશનોનું થશે લોકાર્પણ

તા.19/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૫મી ફેબ્રુઆરીએ રાજકોટ પધારી રહ્યા છે અને નાગરિકોને હજ્જારો કરોડના વિકાસ કામોની ભેટ આપવાના છે ત્યારે ઊર્જા વિભાગના રૂપિયા ૫૧૩ કરોડથી વધુનાં વિકાસકામોનું પણ તેમના વરદ હસ્તે લોકાર્પણ થનાર હોવાનું જાણવા મળ્યું છે ખેતી હોય ઘર હોય કે પછી ઉદ્યોગ, વીજળી સૌ માટે મહત્ત્વની છે અને સૌરાષ્ટ્રમાં વીજ નેટવર્કને મજબૂત બનાવતા વિવિધ સબ સ્ટેશનો સાથેના વિકાસકામો સતત ચાલી રહ્યા છે જે ઉપક્રમમમાં સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર તથા રાજકોટ જિલ્લામાં નિર્માણ પામેલા વિવિધ ક્ષમતાના સબ સ્ટેશનોનું વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને ઉદ્યોગકારોને ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ પૂરવઠો મળી રહે તે માટે સાયલા તાલુકામાં શાપર ખાતે રૂ. ૩૪૮.૧૨ કરોડના ખર્ચે ૪૦૦ કે.વી. સબ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનાથી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તથા ચોટીલા તાલુકાના આશરે ૧૦ હજારથી વધુ લોકોને લાભ થશે મહત્વનું છે કે, ૪૦૦ કે.વી.ના શાપર સબ સ્ટેશનને તેની ૪૦૦ કેવી./૨૦૦ કે. વી. ટ્રાન્સમિશન લાઈન સાથે ચાલુ કરવાથી એકંદર ટ્રાન્સમિશન લાઈનના નુકસાનમાં ઘટાડો થાય છે આ સાથે ૪૦૦ કે.વી. કોરિડોર દ્વારા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચે મજબૂત વીજ આંતર જોડાણ ઉપલબ્ધ બનશે વીજળી ઉત્પાદન માટે સરકાર હવે પુનઃ પ્રાપ્ય ઊર્જા પર ભાર આપીને તેને પ્રોત્સાહન આપી રહી છે આ જ ઉપક્રમમાં ભાવનગર જિલ્લાના સનેસ ખાતે સરકારી પડતર જમીન પર આશરે રૂપિયા ૮૭ કરોડના ખર્ચે, ૨૧ મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ પણ વડાપ્રધાના હસ્તે થનાર છે મહત્વનું છે કે, આ પ્રોજેક્ટ સાકાર થવાથી ભાવનગર જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે આ સાથે વીજ વિતરણના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન થતું નુકસાન અને ખર્ચ પણ ઘટશે આ પ્રોજેક્ટથી બિન પરંપરાગત ઊર્જા સ્રોતથી વીજળી ઉત્પન્ન થતી હોવાથી પ્રદૂષણ પણ નહીં થાય અમરેલી તથા ભાવનગર પંથકના વિવિધ આંતરિયાળ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અવિરત વીજ પૂરવઠો પૂરો પાડવાના હેતુસર, કુલ આશરે રૂ.૩૮ કરોડના ખર્ચે ૬૬ કે.વી.ના પાંચ નવા સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ભાવનગર જિલ્લાના તળાજાના ચોપડા ખાતે ૭.૯૨ કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન, મહુવા તાલુકાના તલ ગાજરડામાં રૂ.૬.૮૧ કરોડમાં બનેલા સબ સ્ટેશન તથા મહુવાના ભાણવડામાં બનેલા સબ સ્ટેશન જ્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ૬.૯૪ કરોડના ખર્ચે નિર્મિત દહીંથરા (નવાગામ) સબ સ્ટેશન, સાવરકુંડલા તાલુકામાં ૮.૯૧ કરોડના ખર્ચે બનેલા ચરખડીયા (નેસડી) સબ સ્ટેશનનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવનાર છે આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં રૂ.૪૦ કરોડના ખર્ચે બનેલા ૬૬ કે.વી.ના પાંચ સબ સ્ટેશનોનું પણ લોકાર્પણ થશે જેમાં રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકામાં ૬.૫૬ કરોડના ખર્ચે બનેલા વિસામણ સબ સ્ટેશન, વિંછિયા તાલુકાના લાલાવદરમાં ૭.૬૬ કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન, રાજકોટના પરા પિપળીયા (એઈમ્સ)માં રૂ.૭.૩૮ કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન, જસદણ તાલુકાના મોઢુકામાં રૂ.૯.૭૪ કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન તથા ઉપલેટા તાલુકાના મુરખડામાં રૂ. ૮.૫૯ કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે આ સબ સ્ટેશનનો લાભ પોરબંદર પંથકના ગામોને પણ થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!