GUJARATKUTCHNAKHATRANA

નિરોણા ગ્રામ પંચાયત અને પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે રખાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 101 બોટલ રક્ત એકત્રિત કરાયુ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૧૩ ઓક્ટોબર : શ્રી નિરોણા ગ્રામ પંચાયત અને નિરોણા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે માનવતાના શ્રેષ્ઠ ઉદાહરણ રુપ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન સરપંચ નરોત્તમ આહીર અને પી.એસ.આઈ. ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતુ. બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત બીબર રવિભાણ આશ્રમના મહંત મુકુલદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ હતી.આ કેમ્પમાં કુલ 101 બોટલ રક્ત એકત્રિત કરાયેલ હતું, જેમા ભુજ જનરલ હોસ્પિટલના ડૉ. દર્શનભાઈ વ્યાસ અને નિર્મલભાઈ આહીરના માર્ગદર્શન હેઠળ તબીબી ટીમે ખૂબ સાથ સહકાર આપેલ હતો.રક્તદાન શિબિરમાં પાલનપુરના સરપંચ પ્રવીણભાઈ પટેલ, બીબરના સરપંચ નરેન્દ્રસિંહ જાડેજા, ડૉ. નિકુંજ ભાનુશાલી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો દાદાભાઈ મોગલ અને જેસાભાઈ આહીર સહિત ઘણા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.નિરોણા તથા આજુબાજુના ગામોના યુવાનો, પોલીસ સ્ટેશનના સ્ટાફ, જી.આર.ડી. ટીમ, વેપારી મંડળના પ્રમુખ કનૈયાલાલ ભાનુશાલી, હાઇસ્કૂલના આચાર્ય ડૉ વી.એમ.ચૌધરી, મહેશ્વરી સમાજના પ્રમુખ દિલીપભાઈ મહેશ્વરી, વેલા નાગુ આહીર, દિગુભા પઢિયાર, વગેરે સેવાભાવી લોકોએ સહયોગ આપેલ હતો.નિરોણા પી.એચ.સી., 108 ની ટીમ, હાઇસ્કૂલ તથા પોસ્ટ ઓફિસ સ્ટાફ અને અન્ય અનેક સંસ્થાઓએ પણ આ માનવસેવાના કાર્યમાં મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો.શિબિરના અંતે ફુલપીર દાદા મેળા સમિતિના વિશેષ સહકાર બદલ આયોજકો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

Back to top button
error: Content is protected !!