GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ 11 બાઇક ટોઇંગ કરાયા.

તા.20/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરના રસ્તા ઉપરથી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ અને નિયમનો ભંગ કરીને પાર્ક કરવામાં આવેલા 11 બાઇક ટોઇંગ કરાયા હતા સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તાઓ ઉપર ટ્રાફિકની વિકટ સમસ્યા હતી આ સમસ્યા દૂર કરવા માટે રસ્તા ઉપર ઉભા રહેતા શાકભાજી, કટલેરી સહિતની લારીઓ અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે જેને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી બની છે પોલીસ દ્વારા ખીજડીયા હનુમાનરોડ, જવાહરચોક, પતરાવાળી હોટલ, દેરાસર રોડ સહિતના વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહયુ છે શહેરના રસ્તા ઉપર લોકો પોતાના બાઇક વ્યવસ્થિત પાર્ક કરે તે માટે સફેદ પટ્ટા પણ લગાવવામાં આવ્યા છે.આટલુ જ નહી પરંતુ નિયમનો ભંગ કરીને બાઇકો મુકતા લોકોના વાહનો ટોઇંગ કરવા માટેની પણ ખાસ ઝુંબેશ હાથ ધરી છે પાર્ક કરેલા 11 બાઇકને ટોઇંગ કર્યા હતા.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!