GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
મોદી સરકારના વિકાસમય 11 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણની યાત્રા ના પુર્ણ થતા કાલોલ કોમ્યુનિટી હોલમાં મંડળ કાર્યશાળા નુ આયોજન કરાયું

તારીખ ૦૭/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સંકલ્પથી સિદ્ધિ સુધી “વિકસિત ભારતના અમૃતકાળ“માં પ્રેરણાદાયી કાર્યોથી ભરેલી નરેન્દ્ર મોદી ની સરકારના 11 વર્ષ પૂર્ણ થવા જાય છે. આ અવસરને નિમિત્તે યોજાયેલ મંડલ “કાર્યશાળા” કાર્યક્રમમાં કાલોલ કોમ્યુનિટી હોલમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તથા મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ, માજી પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ, માજી પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન રાઠવા, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા,શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ અને કાલોલ નગરપાલિકાના સભ્યો સાથે સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ તથા યોજનાના સુચારુ આયોજન માટે જરૂરી ચર્ચાઓ કરી.






