તા.૨૯.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:રાબડાળ ગામે મહેન્દ્રા કંપનીની સ્કોર્પીયો ફોર વ્હીલ ગાડીમાંથી દારૂની બોટલો નંગ-૧,૨૨૩ની કુલ કિ.રૂ.૨,૬૩,૪૪૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા સ્કોર્પીયો ફોર વ્હીલ ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ની કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ./-૭,૭૩,૪૪૦ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ રૂરલ પોલીસ
આજરોજ રવિવાર 5.30 કલ્લાકે વાત કરિયેતો દાહોદ રૂરલ પોલીસ.સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો દાહોદ રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે “કતવારા તરફથી એક સફેદ કલરનો સ્કોર્પીયો ફોર વ્હીલ ગાડી જેનું નંબર નં.GJ.06.KH.3118માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને વડોદરા તરફ જનાર છે.તેવી બાતમી આધારે રાબડાળ ગામે ધાટાપીર પાસે ગ્રામ્ય પોલીસ વોચમાં ઉભા હતા.તે દરમ્યાન સામેથી આરોપી નં.(૧) કરણભાઇ રધુબીર જાતે રાણાજી ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.બેલરખા ચોપરા પટ્ટી બ્લોક નં.૦૩ તા.નરવાના જી.જીંદ (હરીયાણા) તથા (૨) મોન્ટીભાઇ સુરજભાણભાઇ જાતે ખાન ઉ.વ.૨૧ ધંધો.ડ્રાઇવીંગ રહે.નરવાના ધર્મસિંહ કોલોની સરકારી હોસ્પીટલ પાસે તા.નરવાના જી.જીંદ (હરીયાણા) નાઓ તેના કબજાની સફેદ કલરની મહેન્દ્રા કંપનીની સ્કોર્પીયો ફોર વ્હીલ ગાડી નં.GJ.06.KH.3118માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવતા તે સ્કોર્પિયો ફોરવીલ ગાડી ગાડીને રોકી ગાડીમાં તલાસી લેતા ગાડીમાંથી.2.63.440 નો પ્રોહી જથ્થો મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસે પ્રોહી એક્ટ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી