BODELICHHOTA UDAIPURGUJARAT

પ્રતાપનગર સ્ટેશન ખાતે યાર્ડ રીમોડેલિંગના કામને પગલે 14 નવેમ્બરે 14 ટ્રેનો રદ્દ

છોટાઉદેપુર જિલ્લામાંથી વડોદરા તરફ જતા રેલવે માર્ગ પર આવનારા પ્રતાપનગર સ્ટેશન ખાતે સેટેલાઇટ સ્ટેશન બનાવવા માટે યાર્ડ રીમોડેલિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામને કારણે રેલવે વિભાગ દ્વારા 14 નવેમ્બર, 2025ના રોજ એક દિવસ માટે કુલ 14 ટ્રેનો રદ્દ અને આંશિક રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ તરફથી જારી થયેલી સૂચના મુજબ, 13 નવેમ્બર સાંજે 6 વાગ્યાથી 14 નવેમ્બર સાંજે 6 વાગ્યા સુધી પ્રતાપનગર સ્ટેશન પર નૉન-ઇન્ટરલૉકિંગ કામ (Non-Interlocking Work) હાથ ધરાશે.

તેના કારણે નીચે મુજબની ટ્રેનો રદ્દ રહેશે:

પ્રતાપનગર–એકતાનગર રૂટની કુલ 6 મેમુ ટ્રેનો (69201 થી 69206)

પ્રતાપનગર–છોટાઉદેપુર રૂટની 4 પેસેન્જર ટ્રેનો (59117, 59122, 59125, 59126)

પ્રતાપનગર–જોબટ રૂટની 2 ટ્રેનો (59123, 59124)

અલીરાજપુર રૂટની 2 ટ્રેનો (59118, 59121) આંશિક રદ્દ રહેશે — ડભોઇ સુધી જ દોડશે.

રેલવે વિભાગે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી પહેલાં ટ્રેનોની સ્થિતિ તપાસી લે. NTES એપ અથવા રેલવેની વેબસાઇટ પર અપડેટેડ માહિતી ઉપલબ્ધ રહેશે.
રિપોર્ટર : તોસીફ ખત્રી, બોડેલી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!