કાલોલ નુરાની ચોક ખાતે કરબલાના શહીદોની યાદમાં વાયઝ અને નિયાઝનું આયોજન કરાયું.

તારીખ ૧૬/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં મોહરમ પર્વની ઉજવણી લઈને છેલ્લા કેટલાય વર્ષોથી કરબલાના શહીદોની યાદમાં જુમ્મા મસ્જીદ નુરાની ચોક ખાતે કાલોલ સહિત વિવિધ ગામોના આલીમો થકી દર વર્ષે જશ્ને શહીદે આઝમ ઇમામ હુસેન કમેટી દ્વારા વાયઝ ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત સોમવાર મોડી રાત્રિએ કરબલાના મેદાનમાં ઇસ્લામ ધર્મના ખાતરી શહિદી વહોરનાર હઝરત સૈયદ ઇમામ હુસેન ની યાદમાં વાયઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમરેઠ જુમ્મા મસ્જિદના ખતીબો ઇમામ અને ખલીફા એ શેકુલઇસ્લામ સૈયદ અમીનુદ્દીનકાદરી એ પોતાના વક્તવ્યમાં હદીસની રોશનીમાં કરબલાની ગાથા વર્ણવતાં બયાન કરી હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.જેમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના સીબતૈનરઝા અશરફી,અલેફ મસ્જીદના ઇમામ મોલાના વશીમકાદરી,મોલાના અબ્દુલ રશીદઅઝીઝી,મોલાના ઇદ્દરીશરઝવી,કાલોલ જુમ્મા મસ્જીદના નાયબ ઇમામ હાફીઝ ઉશ્માનઅશરફી અને શહેરના તમામ હાફિઝો સાથે મોટીસંખ્યામાં મુસ્લીમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તકરીર બાદ સલાતો સલામ અને દુવા કરવામાં આવી હતી. ત્યારબાદ આશીક ફ્રેન્ડ સર્કલ દ્વારા નીયાજ નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં તમામ મુસ્લીમ બિરાદરો ઉપસ્થિત રહી નીયાજ નો લાભ લીધો હતો.





