KALOL(Panchamahal)PANCHMAHAL

વર્ષ ૨૦૨૬-૨૭ માટે સરકારી કુમાર/કન્યા છાત્રાલયોમાં ઓનલાઇન પ્રવેશ મેળવવા તારીખ ૩૦ જૂન સુધીમાં અરજી કરી શકાશે‌.

 

તારીખ ૧૦/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર દ્વારા સંચાલિત સરકારી કુમાર અને કન્યા છાત્રાલયોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમા, આર્ટસ, કોમર્સ, સાયન્સના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો તેમજ ધોરણ ૧૧ અને ૧૨ ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓને ઉચ્ચ શિક્ષણની પૂરતી તક આપવાના હેતુથી સરકારી છાત્રાલયોની સવલત પૂરી પાડવામાં આવે છે.આ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત નવા (ફ્રેશ) તેમજ છાત્રાલયમાં ચાલુ રાખવા પાત્ર (રીન્યુઅલ) વિદ્યાર્થીઓ પાસેથી વિભાગના અધિકૃત પોર્ટલ esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અરજી કરવાની મુદત તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધીની રહેશે.પ્રવેશ મેળવવા માટેના મુખ્ય નિયમો અને શરતો:શૈક્ષણિક લાયકાત: છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ ફ્રેશ અને રીન્યુઅલ વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા આવશ્યક છે.આવક મર્યાદા: કુમાર (છોકરાઓ) છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા રૂપિયા ૫.૦૦ લાખ નક્કી કરવામાં આવેલ છે. જ્યારે કન્યા (છોકરીઓ) છાત્રો માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા રાખવામાં આવી નથી.પ્રવેશ અગ્રતાક્રમ: નિયમોનુસાર સૌ પ્રથમ જે-તે છાત્રાલયની મકાન ક્ષમતાને ધ્યાને રાખી રીન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ ખાલી રહેતી બેઠકો પર મેરિટના આધારે ફ્રેશ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે.અન્ય પછાત વર્ગો માટે જોગવાઈ: જે તાલુકાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે અલગ છાત્રાલય ઉપલબ્ધ ન હોય, તેવા તાલુકાના નિયત કેટેગરીના વિદ્યાર્થીઓ પણ આ છાત્રાલય માટે અરજી કરી શકશે.દસ્તાવેજોની ચકાસણી: ઓનલાઇન અરજી ફોર્મ ભરતી વખતે તમામ જરૂરી પ્રમાણપત્રો ઓનલાઇન જ અપલોડ કરવાના રહેશે. પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયા બાદ, મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ સંબંધિત સરકારી છાત્રાલય ખાતે જઈને અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે.ઓનલાઇન ભરેલી વિગતો અને અસલ માર્કશીટ/પ્રમાણપત્રોમાં કોઈ વિસંગતતા કે તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

Back to top button
error: Content is protected !!