HALOLPANCHMAHAL

હાલોલ:નચિકેતા સ્કૂલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ 

તા.૧૦.૬.૨૦૨૬

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેડિસી પ્લાસ્ટિક્સ ઇન્ડિયા પ્રા. લિ. (હાલોલ) દ્વારા ઉછેરવામાં આવેલા 100થી વધુ વૃક્ષોના રોપાઓ સાથે નચિકેતા સ્કૂલ, દેલોલ ખાતે વૃક્ષારોપણ (Tree Plantation) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કંપનીના પ્રતિનિધિઓ, સ્કૂલના સ્ટાફ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ રોપાઓનું વાવેતર કર્યું હતુ.વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષોના મહત્વ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમની જાળવણી કરવાનો સંકલ્પ લીધો હતો.આ રીતે વિશ્વ પર્યાવરણ દિવસની અર્થપૂર્ણ અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!